Western Times News

Gujarati News

અકાલી દળ બાદ એનડીએનો સાથ જીજેએમે છોડયો

કોલકતા, દાર્જિલિગમાં અલગ રાજય માટે આંદોલન બાદ ૨૦૧૭થી ફરાર જીજેએમ સુપ્રીમો બિમલ ગુરંગએ કહ્યું કે તેમના સંગઠને એનડીએથી બહાર થવાનો નિર્ણય લીધો છે કારણ કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પહાડી વિસ્તારમાં કાયમી રાજકીય સમાધાન શોધવામાં નિષ્ફળ રહી છે.

નજીકના સહયોગી ગિરી સાથે સામે આવેલા ગુરંગે કહ્યું કે કેન્દ્ર સરકાર ૧૧ ગોરખા સમુદાયોને અનુસૂચિત જાતિ તરીકે ચિન્હિત કરવાના પોતાના પોતાના વચનમાં તે સફળ રહી નથી તેમણે ૨૦૨૧ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણીમાં ભાજપ વિરૂધ્ધ મમતા બેનર્જીના નેતૃત્ત્વવાળી તૃણમૂલ કોંગ્રેસનું સમર્થન કરવાનો સંકલ્પ વ્યકત કર્યો છે.

ગુરંગએ પત્રકારોને જણાવ્યું હતું કે ૨૦૦૯થી જ અમે એનડીએનો ભાગ હતાં પરંતુ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પહાડ માટે સ્થાનિક રાજનીતિ સમાધાન કાઢવામાં પોતાના વચનથી ફરી ગઇ છે.તેનાથી અનુસૂચિત જનજાતિની યાદીમાં ૧૧ ગોરખા સમુદાયોને સામેલ ન કર્યા અમને છેતારાયા હોવાનું અનુભવી રહ્યાં છીએ આથી એનડીએ છોડવાનો નિર્ણય કર્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.