Western Times News

Gujarati News

ટ્રંપ પોતે કોરોનાથી બચી શકયા નથી તે આપણને શું બચાવશે: ઓબામા

President Barack Obama is photographed during a presidential portrait sitting for an official photo in the Oval Office, Dec. 6, 2012. (Official White House Photo by Pete Souza)

વોશિંગ્ટન, અમેરિકામાં રાષ્ટ્રપતિ ચુંટણીની તારીખો ધીરે ધીરે નજીક આવી રહી છે એવામાં રાજનીતિક હરીફો દ્વારા એક બીજાને ઘેરવા માટે નિવેદનબાજી કરવામાં આવી રહી છે.પૂર્વ રાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય બરાક ઓબામાએ કોરોના વાયરસને લઇ વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર જાેરદાર પ્રહારો કર્યા ઓબામાએ કહ્યું કે જે વ્યક્તિ ખુદને બચાવવા માટે બુનિયાદી પગલા ઉઠાવી શકયા નહીં તે અચાનકથી આપણે બધાને કેવી રીતે બચાવી લેશે.

ફિલાડેલ્ફિયામાં લિંકન ફાઇનેંશિયલ ફીલ્ડની બહારથી બોલે છે. ઓબામાએ કહ્યું કે અમે કોરોના વાયરસ મહામારીથી આઠ મહીનાથી ઝઝુમી રહ્યાં છીએ દેશમાં એકવાર ફરી સંક્રમણમાં વધારો થઇ રહ્યો ડોનાલ્ડ ટ્રંપ અચાનકથી આપણા બધાની રક્ષા કરનાર નથી તે ખુદને બચાવવા માટે બુનિયાદી પગલા પણ ઉઠાવી શકે તેમ નથી.

યુએસ ટ્રંપ પર ટીપ્પણી કરતા પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ કહ્યું કે આ એક રિયલિટી શો નથી પરંતુ વાસ્તવિકતા છે જયાં લોકોને ખુદના કામને ગંભીરતાથી લેવામાં અસમર્થ રહેવા પર તેમના પરિણામોની સાથે જીવવાનું હોય છે. તેમણે લોકોને સંબોધિત કરતા કહ્યું કે બિડેન અને કમલા દ્વારા આપવામાં આવનાર નિવેદનને લઇ તમે ચિંતિત થઇ શકો નહીં તમને ખબર છે કે રાષ્ટ્રપતિ કોઇ કાવતરાને લઇ ટ્‌વીટ કરશે નહીં જેને લઇ તમે દિવસ રાત વિચારવું પડે.

પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે રિપબ્લિકન અન્ય લોકોને ક્રુર અને વિભાજનકારી અને જાતિવાદી થવા માટે કહે છે અને આ આપણા સમાજના તાનાબાનાને તોડી દે છે.આ સાથે જ આ આપણા બાળકોની વસ્તુને જાેવામની પધ્ધતિને પ્રભાવિત કરે છે અને આ તે પધ્ધતિને પ્રભાવિત કરે છે જે આપણા પરિવારોને મળે છે.

રેલી દરમિયાન ઓબામાએ મતદારોને અપીલ કરી કે તે મોટી સંખ્યામાં ચુંટણી બુથ પર પહોંચો કારણ કે આવનાર આગામી ૧૩ દિવસ દાયકા સુધી મહત્વ રાખનાર છે તેમણે કહ્યું કે અમે આ રીતના આગામી ચાર અને વધુ વર્ષ સહન કરી શકીએ નહીં તમે લોકો એટલા પાછળ રહી જશો કે આગળ આવનાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.