Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પોરેશન સુઅરેજ વોટરના પુનઃ ઉપયોગ માટે નવ સ્થળે પ્લાન્ટ તૈયાર કરશે કરશે

પ્રતિકાત્મક

રૂા.8૦ કરોડનો ખર્ચ થશેઃ દૈનિક ૨૪ એમએલડી પાણી રીસાયકલ થશે

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ,અમદાવાદ શહેરમાં દૈનિક સરેરાશ ૧૪૦૦ મીલીયન લીટર પાણીનો વપરાશ થાય છે. જેની સામે ૮૦૦થી ૧૦૦૦ સુઅરેજ વોટર ઉત્પન્ન થાય છે. આ સુઅરેજ વોટરને અલગ-અલગ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરી નદીમાં છોડવામાં આવે છે. તેથી એક વખત વપરાશ થયેલા પાણીનો બીજી વખત વપરાશ થતો નથી. મ્યુનિ.ઈજનેર વિભાગ સુઅરેજ વોટરનો ફરી વખત ઉપયોગ કરવા માટે કામ કરી રહ્યો છે. જે તે વિસ્તારમાં ઉત્પન્ન થતા સુઅરેજ વોટરને રીસાઈકલ (શુદ્ધ) કરી નજીકના તળાવ, બાગ-બગીચા તથા અન્ય સ્થળે ઉપયોગ થાય તે માટે રૂા.૮૦ કરોડના ખર્ચથી નવા ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવા માટે નિર્ણય કર્યા છે.

મ્યુનિ.ઈજનેર વિભાગ દ્વારા ટ્રીટેડ સુઅરેજ વોટરનો ફરીથી ઉપયોગ થઈ શકે તે માટે ૨૦૧૬માં સહુ પ્રથમ રસાલા ગાર્ડન ખાતે એક એમ.એલ.ડી.ક્ષમતાનો ડીસેન્ટ્રલાઈઝ્‌ડ એસ.ટી.પી.પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તે સમયે તેનો ખર્ચ લગભગ રૂા.બે કરોડ થયો હતો. રસાલામાં એમ.બી.બી.આર.ટેકનોલોજીથી ટ્રીટ કરવામાં આવેલા પાણીનો ઉપયોગ લો-ગાર્ડન, પરીમલ ગાર્ડન તથા રસાલા નર્સરી ખાતે કરવામાં આવે છે. રસાલા ગાર્ડન ખાતે પ્રયોગ સફળ થયા બાદ વસ્ત્રાપુર તળાવ, નિકોલ પમ્પીંગ સ્ટેશન, વી.એસ.હોસ્પિટલ તથા લાંભા તળાવ ખાતે આ જ પદ્ધતિથી ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકારના સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તૈયાર કરવામાં આવેલા વસ્ત્રાપુર તળાવ અને નિકોલ સ્ટોર્મ વોટર પંપીગ સ્ટેશન ખાતે ૫૦૦ કે.એલ.ડી.ના એલ.ટી.પી.ઓગસ્ટ ૨૦૧૮થી કાર્યરત છે. વસ્ત્રાપુરનો પ્લાન્ટ એમ.બી.બી.આર તથા નિકોલનો પ્લાન્ટ ઈલેક્ટ્રો ઓક્સીડેશન ટેકનોલોજી આધારીત છે. વસ્ત્રાપુર તળાવ ખાતે ટ્રીટ થયેલ સુઅરેજ વોટરનો ઉપયોગ પ્લાન્ટેશન તેમજ ડીશીલ્ટીંગ માટે ટેન્ડર ભરવામાં થાય છે. વી.એસ.હોસ્પિટલ ખાતે કાર્યરત એક એમ.એલ.ડી.પ્લાન્ટના ટ્રીટેડ વોટરનો ઉપયોગ ટોયલેટ ફ્લેશ માટે કરવામાં આવે છે. જ્યારે નિકોલમાં ટ્રીટ કરવામાં આવેલા પાણીને ખારીકટ કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે.

વસ્ત્રાલ વોર્ડના રતનપુરા તળાવ ખાતે એમ.બી.આર.ટેકનોલોજીથી ૧૦૦ કીલોમીટર ક્ષમતાનો ડીસેન્ટ્રલાઈઝ્‌ડ સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જે જાન્યુઆરી ૨૦૨૦થી કાર્યરત છે. આ પ્લાન્ટ નાઈટ્રોજન તેમજ ફોસ્ફરસ રીમુવલ સીસ્ટમ ધરાવે છે. રતનપુરા પ્લાન્ટના ટ્રીટેડ વોટરનો ઉપયોગ પ્લાન્ટેશન માટે થાય છે. અને વધારાના પાણીથી તળાવ ભરવામાં આવે છે. સુઅરેજ વોટરના રીસાયકલ તેમજ ડીસેન્ટ્રલાઈઝ્‌ડ એસ.ટી.પી.માં મળેલી સફળતા બાદ ઈજનેર વિભાગે વધુ નવ તળાવો ખાતે પ્લાન્ટ તૈયાર કરવા ટેન્ડર જાહેર કર્યા છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

મ્યુનિ.ઈજનેર વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ ઓઢવ, નિકોલ, ચંડોળા, અસારવા, મીની કાંકરીયા, જડેશ્વર વન, ગોટીલા, રોપડા અને મકરબા તળાવ ખાતે ૦.૫ એમ.એલ.ડી.થી પાંચ એમ.એલ.ડી. સુધીની ક્ષમતાના ડીસેન્ટ્રલાઈઝ્‌ડ એસ.ટી.પી.તૈયાર કરવા ટેન્ડર જાહેર કરવામાં આવ્યાં છે.

સદર નવ પ્લાન્ટ આધુનિક મેમ્બ્રન બાયો ટેકનોલોજી આધારીત રહેશે તથા તેનું ટ્રીટેડ વોટર ગાર્ડનીંગ, ડીશીલ્ટીંગના ટેન્ડર ભરવા માટે ઉપયોગમાં લેવાશે. તેમજ વધારાના પાણીથી તળાવ ભરવામાં આવશે. નવ સ્થળે પ્લાન્ટ તૈયાર કરવા માટે રૂા.૬૦ કરોડનો ખર્ચ થશે. આ તમામ ડીસેન્ટ્રલાઈઝ એસ.ટી.પી.માં લગભગ ૨૪ એમ.એલ.ડી.સુઅરેજ રીસાયકલ અને રીફ્યુઝ થશે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.