Western Times News

Gujarati News

મોબાઇલ નેટવર્ક ધાંધિયાથી વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ ખોરવાયું

ભિલોડાના કૂંડોલ-પાલના ગ્રામજનો માટે ડિજિટલ ઇન્ડિયા બૂમરેંગ આવેદનપત્ર આપ્યું 

કોરોના વાયરસનું  સંક્રમણ જ્યારથી શરૂ થયું છે ત્યારથી શાળા-કોલેજ સહીત શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ અટવાઈ પડ્યો છે હાલ ઓનલાઈન અભ્યાસક્રમ થકી શૈક્ષણિક સત્ર આગળ ધપાવાઈ રહ્યું છે ત્યારે અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્કના જ ધાંધિયા હોય ત્યાં ઇન્ટરનેટની વાત જ શું કરવી જેવી સ્થિતી જોવા મળે છે

ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક માટે લોકોએ આંદોલન કરવા પડી રહ્યા છે ડિજિટલ ઇન્ડિયા મુખ્યત્વે શહેરી અને મોટા ગ્રામ્ય વિસ્તારો સુધી સીમિત રહ્યું હોય તેમ ગુજરાતના અનેક અંતરિયાળ વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક માટે ૫ કિલોમીટર સુધી જવું પડે છે કે પછી ડુંગર અને ઝાડ પર ચઢી નેટવર્ક શોધવું પડી રહ્યું છે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો માટે ડિજિટલ ઇન્ડિયાની વાતો બૂમરેંગ સાબીત થઇ રહી છે

અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ઓનલાઈન અભ્યાસથી અનેક બાળકો વંચીત રહેવાનો વારો આવ્યો છે ઓનલાઈન અભ્યાસથી અનેક બાળકોનું ભાવિ ધૂંધળું બન્યું છે ભિલોડા તાલુકાના છેવાડાનું ગામ કૂંડોલ-પાલ ગામમાં નેટવર્કના ધાંધીયા અને ઈન્ટરનેટના અભાવે બાળકો ઓનલાઈન શિક્ષણ મળતું ન હોવાથી વારંવાર ઉચ્ચ કક્ષાએ રજુઆત કર્યા પછી પણ નેટવર્ક ન મળતા ગ્રામજનોએ સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરી રેલી સ્વરૂપે ભિલોડા મામલતદારને આવેદન પત્ર આપી નેટવર્ક અને ઇન્ટરનેટની સુવિધા ઉપલબદ્ધ કરાવવા રજુઆત કરી હતી

કુડોલપાલ ગામના ગ્રામજનો માથે કોમ્પુયટર મૂકી રેલી અને સૂત્ર્ત્રોચ્ચાર સાથે ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ગામમાં મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટના અભાવથી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસથી વંચીત રહેતા બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે નેટવર્ક કે ઇન્ટરનેટની સુવિધા ન હોવાથી ઓનલાઈન શિક્ષણ કઈ રીતે શક્ય બની શકે ? આ અંગે લોકડાઉન સમયથી ગામના સરપંચ અને જાગૃત નાગરિકોએ ઇમેઇલ મારફતે અને મૌખીક રજુઆત કલેકટરને પણ કરવામાં આવી છે
તેમ છતાં સમસ્યાનું સમાધાન થયું નથી ગામમાં પોસ્ટ ઓફીસ અને સહકારી મંડળી તથા ડેરી પણ આવેલી છે તમામ લોકો ને નેટ ના અભાવે કામ કઈ રીતે કરવું તે સવાલ છે….?? મંડળીનું  રાશન આપવા માટે જ્યાં નેટ આવતું હોય તે ગામમાં જઇ ને અંગુઠો કરાવવો પડે છે

જેમાં તમામ ગ્રામજનોનો ખૂબ સમયનો બગાડ થાય છે . પ્રાથમીક શાળા ના શિક્ષકોને પણ ઓનલાઈન હાજરી બતાવા નેટ શોધવા નીકળવું પડે છે ! શિક્ષકો ભણાવશે કે નેટ શોધ્યા કરશે ? આ હાલત છે અમારા ગામની !! ડીઝીટલ ઇન્ડિયા ના નારા વચ્ચે અમારા ગામલોકોનું જીવન ખૂબ કપરું બની ગયું છે

એકબાજુ સરકાર ડીઝીટલ વહેવારો કરવાનું કહે છે બીજી બાજુ નેટ પૂરું પાડતી નથી અમારા ગામના લોકો ની આ જલદ સમસ્યા નો તુરંત ઉકેલ આવે તેવી કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથધરવામાં ન આવે તો ગ્રામજનોર ગાંધી ચીંધ્યા માર્ગે કલેકટર કચેરીએ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.