Western Times News

Gujarati News

રેલ્વે તાલીમાર્થીઓને મદદ કરવા અનેક પગલાં ઉઠાવે છે

એપ્રેન્ટિસ એક્ટ,2016 મુજબ રેલવે પાસે લેવલ -1 ની ભરતી માટે સૂચિત – 1,03,769 ખાલી જગ્યાઓમાંથી 20% ખાલી જગ્યાઓ (એટલે કે 20,734 ખાલી જગ્યાઓ) અનામત છે, જે હાલમાં પ્રક્રિયા હેઠળ છે.

એપ્રેન્ટિસ એક્ટ, 2016 મુજબ રેલવેએ લેવલ -1 ની ભરતી માટે સૂચિત 1,03,769 ખાલી જગ્યાઓમાંથી 20% ખાલી જગ્યાઓ (એટલે કે 20,734 ખાલી જગ્યાઓ) આરક્ષિત કરી છે, જે હાલમાં પ્રક્રિયા હેઠળ છે.તાજેતરમાં એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે પ્રશિક્ષિત તાલીમાર્થીઓ રેલ્વે મથકોમાં નિયમિત નિમણૂકની માંગ કરી રહ્યા છે.તાલીમાર્થીઓ જીએમને અપાયેલા પૂર્વ અધિકારોને ફરીથી સ્થાપિત કરવાની વિનંતી કરીને આ માંગણી કરી રહ્યા છે,

જેને માર્ચ 2017 માં રદ કરવામાં આવ્યો હતો.  નોંધનીય છે કેટલાક લોકોની માંગ મુજબ કોઈપણ ખુલ્લી સ્પર્ધા નિયમિત નિમણુંક નિયમિત ભરતી માટે બંધારણીય જોગવાઈઓ અને ભારત સરકારના નિયમોની વિરુદ્ધ રહેશે. દેશના બધા પાત્ર નાગરિકો નિયમિત નોકરી માટે સ્પર્ધા કરવા અને અરજી કરવાના હકદાર છે. કોઈપણ ખુલ્લી સ્પર્ધા વિના સીધી ભરતી એ નિયમોની વિરુદ્ધ છે.

વધુમાં, 2016 માં એપ્રેન્ટિક્સ એક્ટમાં થયેલા સુધારા મુજબ, દરેક એમ્પ્લોયરને તેમની સ્થાપનામાં પ્રશિક્ષિત તાલીમાર્થીઓની નિમણૂક માટે નીતિ ઘડવી પડે છે. આને ધ્યાનમાં રાખીને, રેલ્વેએ આવા તાલીમાર્થીઓ માટે લેવલ -1 ની ભરતી માટે 20% ખાલી જગ્યાઓ રાખી છે અને બધાને ઉચિત તક આપી છે.એપ્રેન્ટિસ એક્ટની પ્રતિબદ્ધતાની સ્થિતિના વર્તમાન નિયમો અનુસાર, રેલ્વે તાલીમાર્થીઓને તેમની સંસ્થાઓમાં તાલીમ જાળવે છે.

22 ડિસેમ્બર, 2014 ના રોજ સુધારેલા એપ્રેન્ટિસ એક્ટ, 1961 ના ભાગ 22 (i) મુજબ, તે પ્રદાન કરવામાં આવ્યું છે કે પ્રત્યેક એમ્પ્લોયર તેમની સ્થાપનામાં એપ્રેન્ટિસ શિપ તાલીમનો સમયગાળો પૂરો કર્યો હોય તેવા તાલીમાર્થીની ભરતી માટે પોતાની પોલિસી બનાવશે. ઉપરોક્ત પાલન માટે, રેલવે બોર્ડના પત્ર નંબર ઇ (એનજી) II / 2016 / આરઆર -1 / 8 તારીખ 21.06.2016 માં એક સાવચેતી સૂચના જારી કરવામાં આવી છે, જે જણાવે છે

શ્રેણી -1 ની પોસ્ટ / કેટેગરીમાં સીધી ભરતીના કિસ્સામાં, ખાલી જગ્યાઓમાંથી 20% જગ્યાઓ રેલ્વે મથકોમાં પ્રશિક્ષિત કોર્સ પૂર્ણ અધિનિયમ એપ્રેન્ટિસ (સીસીએએ) ને અગ્રતા આપવામાં આવશે. 2018 દરમિયાન, આરઆરબીએ સ્તર શ્રેણી -1 પર 1288 તાલીમાર્થીઓની ભરતી કરી છે.આ ઉપરાંત હાલની પ્રક્રિયા હેઠળના લેવલ -1 ની 1,03,769 સૂચિત ખાલી જગ્યાઓની 20% (એટલે કે 20,734 ખાલી જગ્યાઓ) તાલીમાર્થીઓ માટે અનામત રાખવામાં આવી છે.

નોંધનીય છે કે આરઆરબીએ ત્રણ કેન્દ્રિય રોજગાર સૂચનાઓ (સીઈએન) જારી કરી છે. વિવિધ કેટેગરી ના કર્મચારીઓ ની કુલ લગભગ 1.4 લાખ ખાલી જગ્યાઓ માટે  સી ઈ એન 01/2019 એન ટી સી પી શ્રેણીઓ) સી ઈ એન 03/2019 (પૃથક અને મંત્રાલય સંબંધિત કેટેગરીઝ ) અને આર-આર સી -01/2019 (સ્તર-1 કેટેગરી
રેલ્વે ભરતી બોર્ડ (આર આર -બી ) દ્વારા જારી કરવામાં આવી છે

આ રોજગાર સૂચનાઓ સામે ૨.40૦ હજારથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે રેલવે મંત્રાલયે કમ્પ્યુટર આધારિત પરીક્ષા (સીબીટી) ના સરળ સંચાલન માટે જરૂરી તૈયારીઓ કરી છે,  આ પરીક્ષા અગાઉની સૂચના મુજબ 15 ડિસેમ્બર, 2020 પછી યોજાવાની છે. આ રોજગાર સૂચનાઓ માટે સીબીટીની નિયત સમયની વિગતો આરઆરબી વેબસાઇટ પર અલગથી અપલોડ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.