Western Times News

Latest News from Gujarat

પીપલ એલાયન્સ ભાજપ વિરોધી, દેશ વિરોધી નથી: ફારુક અબ્દુલ્લા

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ને હટાવ્યાનો વિરોધ કરવા કાશ્મીરી રાજકીય દળો એક થઇ ચૂક્યા છે. આ મુદ્દે શનિવારે ગુપકર ડિક્લેરેશન માટે પીપલ્સ મહાગઠબંધનની બેઠક યોજાઇ હતી. જેમાં ફારુક અબ્દુલ્લાને પીપલ્સ એલાયન્સના પ્રમુખ નિમવામાં આવ્યા છે. જ્યારે મહેબૂબા મુફ્તીને ઉપપ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે.

આ બેઠક પછી ફારુક અબ્દુલ્લાએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યુ હતું કે, આ સંગઠનનો મુખ્ય ઉદેશ જમ્મુ-કાશ્મીર અને લદાખના લોકોને તેમનો અધિકાર પાછો અપાવવાનો છે. અમે એન્ટી બીજેપી છીએ, પરંતુ રાષ્ટ્રદોહી નથી. તેમણે અવી સ્પષ્ટતા કરી હતી કે આ ધાર્મિક લડાઇ નથી. આ બેઠક પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીના આવાસ પર યોજાઇ હતી.

આ દરમિયાન સજ્જાદ લોને પણ બેઠકની વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, ગઠબંધન એક મહિનાના અંદર જમ્મુ-કાશ્મીર પ્રશાસન પર શ્વેત પત્ર જારી કરશે. જે સંપૂર્ણ રીતે તથ્યો અને આંકડાઓના આધારે હશે. આ પત્ર જમ્મુ-કાશ્મીરના લોકોની સાચી પરિસ્થિતિ દુનિયા સમક્ષ લાવશે. સજ્જાદ લોનને ગઠબંધનના પ્રવક્તા નિમવામાં આવ્યા છે.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers