Western Times News

Gujarati News

બ્રિટનમાં બીજીથી વેકિસન લગાવવાની તૈયારીઓ શરૂ

Files Photo

લંડન, બ્રિટનમાં હૉસ્પિટલોને કોરોના વાયરસ વેક્સિન લગાવવા માટે તૈયારીઓ શરુ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. હૉસ્પિટલોના સ્ટાફને કહેવામાં આવ્યું છે કે જલદી તેમને ઑક્સફૉર્ડ યૂનિવર્સિટીની કોરોના વાયરસ વેક્સિનનો પહેલો જથ્થો સોંપી દેવામાં આવશે. હૉસ્પિટલોને કહેવામાં આવ્યું છે કે તેઓ ૨ નવેમ્બરથી શરૂ થઇ રહેલા અઠવાડિયાથી કોરોના વાયરસ વેક્સિનને લગાવવાની તૈયારી શરૂ કરી દે.

ઑક્સફૉર્ડની કોરોના વાયરસ વેક્સિનને આ મહામારીના નાશ માટે ગેમચેન્જર માનવામાં આવી રહી છે. અત્યાર સુધી ટ્રાયલમાં આ વેક્સિનના પ્રભાવશાળી પરિણામ સામે આવ્યા છે. કોરોના વાયરસથી અત્યાર સુધી ૧૧ લાખ ૫૦ હજાર લોકો માર્યા ગયા છે. તો દુનિયાભરની અર્થવ્યવસ્થા પણ તબાહીના સ્તર પર પહોંચી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે ઑક્સફૉર્ડ, ફાઇઝર અને બાયોટેકની કોરોના વાયરસ વેક્સિનને જલદી મંજૂરી મળી જશે.

ઑક્સફૉર્ડ યૂનિવર્સિટીએ એસ્ટ્રાજેનેકા સાથે મળીને તૈયાર કરી છે. બ્રિટનનું નેશનલ હેલ્થ સિસ્ટમ ક્રિસમસ સુધી દેશમાં ૫ જગ્યાએ વેક્સિન લગાવવાની સુવિધા આપી રહ્યું છે. આ માટે એનએચએસના હજારો કર્મચારી આ જગ્યાએ તૈનાત કરવામાં આવશે. દરરોજ ઓછામાં ઓછા ૧૦ હજાર લોકોને કોરોનાની રસી આપવાની યોજના છે. રિપોર્ટ પ્રમાણે રસીકરણ દરમિયાન કોરોના વાયરસ સંક્રમણથી સૌથી વધારે ખતરાનો સામનો કરી રહેલા લોકોને સૌથી પહેલા બોલાવવામાં આવશે. કોરોનાની રસી લગાવવા માટે લીડ્‌સ, હલ અને લંડનમાં સેન્ટર બનાવવામાં આવશે. આ કેન્દ્રો પર ટ્રેઈની નર્સ અને પેરામેડિક્સને તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત મોબાઇલ યૂનિટને પણ તૈયાર કરવામાં આવશે, જે જરૂરિયાતમંદ લોકો અને કેયર હોમ્સ સુધી જશે. બ્રિટનની સરકારે વેક્સિનને પરવાનગી મળવાથી પહેલા જ ૧૦ કરોડ ડોઝના ઑર્ડર આપી દીધા છે. ઑક્સફૉર્ડની વેક્સિનને એક વ્યક્તિએ બે વાર લગાવવાની હશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.