Western Times News

Gujarati News

૩૫ લાખના લાંચ પ્રકરણમાં શ્વેતા જાડેજાને જામીન મળ્યા

અમદાવાદ: શહેરમાં ખૂબ ચર્ચાસ્પદ બનેલા રૂપિયા ૩૫ લાખના લાંચ પ્રકરણ મામલે ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt)  પીએસઆઈ શ્વેતા જાડેજાને (PSI Shweta Jadeja) જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટે જામીન આપતા કહ્યું કે, કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે અને આરોપી એક મહિલા છે. તે ઉપરાંત તે સરકારી કર્મચારી છે અને તપાસ દરમિયાન ક્યાંય ભાગે તેમ નથી. આથી તેને જામીન પર મુક્ત કરી શકાય છે.

આ કેસમાં આરોપીને નિયમિત જામીન પર મુક્ત કરવા જોઈએ.
લાંચ પ્રકરણમાં જેલમાં બંધ શ્વેતા જાડેજાએ પોતાના વકીલ વિરાટ પોપટ મારફતે હાઈકોર્ટમાં અરજી કરીને રજૂઆત કરી હતી કે, આ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે અને લાંચના મોટાભાગના કેસોમાં ચાર્જશીટ દાખલ થયા બાદ આરોપીને જામીન આપવામાં આવતા હોય છે. તેથી આ કેસમાં આરોપીને નિયમિત જામીન પર મુક્ત કરવા જોઈએ.

પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ-૭ અને કલમ-૧૨ મુજબ તેની વિરુદ્ધ જે ફરિયાદ કરવામાં આવી છે
અરજદાર શ્વેતા જાડેજા તરફથી કરાયેલી અરજીમાં કહેવાયું હતું કે, આ સમગ્ર કેસમાં તેમને ખોટી રીતે સંડોવણી કરવામાં આવી છે. તેમણે કોઈ ગુનો નથી કર્યો. પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ-૭ અને કલમ-૧૨ મુજબ તેની વિરુદ્ધ જે ફરિયાદ કરવામાં આવી છે તે કોઈ પ્રકારના પુરાવા-આધાર વિના કરાઈ છે.

શ્વેતા જાડેજાએ રૂપિયાની માગણી કરી હોય અને રૂપિયા સ્વીકાર્યા હોય તેના કોઈ પુરાવા નથી.
જો સરકારી અધિકારીએ તેના કામ સિવાય કોઈની પાસે રૂપિયાની માગણી કરી હોય, તેની પાસેથી રૂપિયા સ્વીકાર્યા હોય અને આ રૂપિયાની રિવકરી થઈ હોય તેવા કિસ્સામાં કરપ્શન એક્ટની કલમ લગાવી શકાય. પરંતુ અરજદાર શ્વેતા જાડેજાએ રૂપિયાની માગણી કરી હોય અને રૂપિયા સ્વીકાર્યા હોય તેના કોઈ પુરાવા નથી.

૩૫ લાખ આપ્યાનો દાવો કરનારો કેનન શાહ પોતે એક બળાત્કાર કેસમાં આરોપી છે
આ ઉપરાંત તેની પાસેથી પણ કોઈ રકમ રિકવર થઈ નથી. ઉપરાંત રૂપિયા ૩૫ લાખ આપ્યાનો દાવો કરનારો કેનન શાહ પોતે એક બળાત્કાર કેસમાં આરોપી છે અને તેણે હાઈકોર્ટમાં આવેલા કેસમાં પણ ગેરકાયદે રીતે હસ્તક્ષેપ કર્યા હતા. જેની સુપ્રીમકોર્ટે પણ નોંધ લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.