Western Times News

Latest News from Gujarat

રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ આઠવલેને કોરોના

નવી દિલ્હી, ગો કોરોના ગો…નો નારો આપનારા મોદી સરકારના મંત્રી રામદાસ આઠવલે કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે.

રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ આઠવલેની ઓફિસે તેમનો કોરોના થયો હોવાની વાતને સમર્થન આપ્યુ છે.તકેદારીના ભાગરુપે તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.કોરોનાનુ સંક્રમણ થયુ ત્યારે શરુઆતના તબક્કામાં રામદાસ આઠવલેએ તેમના સમર્થકો સાથે મિણબત્તી લઈને દેખાવો કર્યા હતા અને ..ગો કોરોના ગો…નો નારો આપ્યો હતો.

તેમનો આ નારો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયો હતો.તેમના મીમ્સ પણ બન્યા હતા.જોકે દેશમાંથી કોરોના તો ગયો નથી પણ હવે કોરોનાના સપાટમાં ખુદ રામદાસ આઠવલે આવી ગયા છે.રામદાસ આઠવલે પોતાની આગવી વાક શૈલીના કારણે ખાસા લોકપ્રિય છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers