Western Times News

Gujarati News

મુંબઇમાં મોટા આંતકી હુમલાની આશંકા

મુંબઇ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં એક વાર ફરી આતંકી હુમલાની સંભાવના ઊભી થઇ છે. ગુપ્તચર એજન્સી મુજબ આવનારા 30 દિવસમાં મુંબઇમાં ડ્રોનથી કે રિમોટ કંટ્રોલ માઇક્રો લાઇટ એરક્રાફ્ટ કે એરિયલ મિસાઇલ્સ કે પછી પેરા ગ્લાઇડર્સથી હુમલો થઇ શકે છે. નોંધનીય છે કે આવનારા સમયમાં એક પછી એક તહેવારો આવી રહ્યા છે. જેનાથી બજારમાં ભીડ હોવાની સંભાવના પણ છે.

વળી ખાસ કરીને VIP લોકેશનને પણ નિશાનો બનાવી શકાય છે. તેવામાં હવે ડ્રોન, લાઇટ એરક્રાફટ્સ, પેરા ગ્લાઇડિંગ પર આવનારા 30 દિવસો સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પ્રતિબંધ 30 ઓક્ટોબરથી લઇને 28 નવેમ્બર સુધી રહેશે. પોલીસે આખા શહેરમાં કલમ 144 લગાવી છે અને ભીડ ભેગી કરવા પર રોક લગાવવામાં આવી છે. ગુપ્તચર એજન્સીથી હાઇએલર્ટ મળ્યા પછી પોલીસે પણ સતેજ બની છે.

આશંકા છે કે આતંકીઓના નિશાના પર સાર્વજનિક સંપત્તિ પણ હોઇ શકે છે. ગુપ્તચર વિભાગને એક પત્ર મળ્યા પછી આ વિસ્તારમાં ઉડતી તમામ વસ્તુઓમાં પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આદેશ મુજબ આવનારા 30 દિવસ સુધી આ રહેશે. કહેવામાં આવ્યું છે કે આ આદેશનો અનાદર કરનારને આઇપીસી 1860ની ધારા 188 હેઠળ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.