Western Times News

Gujarati News

ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા રજીસ્ટ્રેશન માટે પડાપડી કરતા ખેડૂતો

અરવલ્લી જીલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા માટે ૨૦૬૧૩ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર ખેડૂતો મગફળી વેચાણ માટે નીરસતા દાખવતા ટેકાના ભાવે ખરીદ કરનાર એજન્સી અને અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા છે ખેડૂતોને સરકારે ટેકાના ભાવે નક્કી કરેલ ૧૦૫૫ પ્રતિ મણ નક્કી કર્યા છે

જેની સામે બજારમાં ખેડૂતોની મગફળી પ્રતિ મણ ૧૦૦૦ થી ૧૧૫૦ રૂપિયા સુધી ભાવ મળી રહેતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચાણ માટે પહોંચી રહ્યા નથી અરવલ્લી જીલ્લામાં પ્રથમ દિવસે ફક્ત ૯ જેટલા ખેડૂતોએ જ મગફળી ટેકાના ભાવે વેચાણ કરી હતી

દર વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાની સાથે ખરીદીના સેન્ટરો પર જાણે ખેડૂતોની કીડિયારું ઊભરાયું હોય છે. કોરોના મહામારીના પગલે તંત્રએ મગફળી ખરીદ કેન્દ્ર પર સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તેમજ સૅનેટાઇઝની અને થર્મલ સ્ક્રીનીંગની વ્યવસ્થા ઉભી કરી હતી પરંતુ ચાલુ વર્ષે  ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણમાં નિરસતા દાખવી હોય તેવું લાગી રહ્યું છે

બીજીબાજુ માર્કેટયાર્ડમાં ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી લઇ પહોંચતા માર્કેટયાર્ડ ઉભરાઈ રહ્યા છે.  અરવલ્લી જીલ્લામાં મગફળીના ટેકનો ભાવ સરકારે ૧૦૫૫ જાહેર કરતા રજીસ્ટ્રેશન માટે પડાપડી હતી તો શા માટે આવું થયું?

ટેકાના ભાવે ખેડૂતો શા માટે મગફળીનું વેચાણ કરવા માટે રસ નથી દાખવી રહ્યા તે પાછળ ખાસ કારણ જવાબદાર છે. કારણ કે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાની સાથે જ ખુલ્લા બજારમાં મગફળોની ભાવ ટેકાના ભાવ કરતા વધારે બોલાઈ રહ્યો છે. આ જ કારણે ખેડૂતોને ટેકાના ભાવમાં મગફળી વેચવામાં હવે કોઈ રસ નથી રહ્યો.

બીજું કે ટેકાના ભાવે ખરીદી માટે કેટલાક નિયમો પણ છે. જેમાં મગફળી રિજેક્ટ થાય તો ખેડૂતોને નુકસાન જાય છે. આ ઉપરાંત ટેકાના ભાવે મગફળીના વેચાણ બાદ તેની ચૂકવણી પણ મોડી કરવામાં આવે છે. ખેડૂતોને નવા બિયારણની ખરીદી માટે તાત્કાલિક પૈસાની જરૂર રહેતી હોય છે. આ માટે જ ખેડૂતો ટેકાને બદલે ખુલ્લા બજારમાં મગફળી વેચવાનું પસંદ કરી રહ્યા છે. દિલીપ પુરોહિતબાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.