Western Times News

Gujarati News

કલહના બીજ વાવવાનું બંધ કરો માઇકની યાત્રા પર ચીન ભડક્યું

બીજિંગ: ચીનને ભારતમાં યોજાઈ રહેલી ટૂ પ્લસ ટૂ વાર્તાથી ઝટકો લાગ્યો છે. ચીને મંગળવારે વિદેશ મંત્રી માઇક પોમ્પિયો પર પ્રહાર કરતા કહ્યું કે તે બીજિંગ અને આ ક્ષેત્રોના દેશો વચ્ચે કલહના બીજ વાવવાનું બંધ કરે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અમેરિકા-ભારત ટૂ પ્લસ ટૂ વાર્તા માટે રક્ષા મંત્રી માર્ક ટી એસ્પર સાથે ભારતના પ્રવાસે આવ્યા છે.

ચીને કહ્યું કે આનાથી આ ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા પ્રભાવતિ થાય છે. આ પહેલા ચીને અમેરિકા પર શ્રીલંકાને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો.

શીત યુદ્ધનો વિચાર ત્યાગી દે અને ચીન અને તેના પડોશી દેશો વચ્ચે કલહના બીજ વાવવાનું બંધ કરે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પોમ્પિયો ચીન પર સતત હુમલાવર રહ્યા છે. અમે તેમને આગ્રહ કરીએ છીએ કે શીત યુદ્ધનો વિચાર ત્યાગી દે અને ચીન અને તેના પડોશી દેશો વચ્ચે કલહના બીજ વાવવાનું બંધ કરે. તેમણે કહ્યું કે અમેરિકાના શીત યુદ્ધના વિચારથી ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા પ્રભાવિત થાય છે.

ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારત અને અમેરિકાની વચ્ચે સૈન્ય સહયોગને લઈ મોટો કરાર થયો છે. ભારત અને અમેરિકાની વચ્ચે બેસિક એક્સચેન્જ એન્ડ કોર્પોરેશન એગ્રીમેન્ટ એટલે કે બીઈસીએ પર કરાર થયો છે.

ડીલથી ભારત મિસાઇલ હુમલા માટે વિશેષ અમેરિકન ડેટાનો ઉપયોગ કરી શકશે.
અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો, રક્ષા મંત્રી માર્ક એસ્પર અને ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકરે આ એગ્રીમેન્ટ પર સહી કરી. આ ડીલથી ભારત મિસાઇલ હુમલા માટે વિશેષ અમેરિકન ડેટાનો ઉપયોગ કરી શકશે. તેમાં કોઈ પણ વિસ્તારના ચોક્કસ ભૌગોલિક લોકેશન હોય છે. આ સમજૂતીથી ભારતની સૈન્ય તાકાત મજબૂત થશે. ડીલ બાદ અમેરિકાના વિદેશ મંત્રી માઇકલ પોમ્પિયોએ કહ્યું કે આજે બે મહાન લોકતંત્રોનું વધુ નજીક આવવાનો શાનદાર પ્રસંગ છે.

આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને વધારવા માટે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીથી દેશની સુરક્ષા અને સ્વતંત્રતા સામેના ખતરાનો સામનો કરવા માટે આજે અમે ચર્ચા કરવા માટે ઘણું બધું કરી રહ્યા છીએ.

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, છેલ્લા બે દશકમાં આપણા દ્વિપક્ષીય સંબંધો સતત મજબૂત થયા છવે. એવા સમયમાં જ્યારે નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને કાયમ રાખવી વિશેષ રીતે અગત્યની છે. એક સાથે ક્ષેત્રીય અને વૈશ્વિક પડકારોની વાત કરીએ તો આપણે એક વાસ્તવિક અંતર બની શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.