Western Times News

Latest News from Gujarat India

&TV પર ‘મૈ ભી અર્ધાંગિની’માં દીપશિખાનો ખલીસી પ્રેરિત લૂક

&TV પર મૈ ભી અર્ધાંગિનીમાં એક સમયે નીલાંબરીની શક્તિ અને સત્તાની વ્યાખ્યા કરતો શાહી અને સ્વર્ણિમ પારંપરિક પોશાક ધારણ કરતાં દીપશિખા નાગપાલ સુપરનેચરલ વાર્તામાં શો આવ્યા પછી નવું શક્તિશાળી પાત્ર ભજવવા માટે સુસજ્જ છે. શાહી, સ્માર્ટ છતાં શરમાળ નીલાંબરી હવે શક્તિથી અને અત્યંત મહ¥વાકાંક્ષી મોહમાયા બની છે, જે શયતાન સ્ત્રીમાં ચિત્રા (અંજલી પ્રિયા)માંથી સુપરનેચરલ શક્તિઓ આવી છે અને હવે આ શક્તિઓથી તે આખી દુનિયા પર કાબૂ મેળવવા માગે છે.

સ્ટાઈલિંગ અને ડિઝાઈનિંગમાં ઊંડી રુચિ અને ગેમ ઓફ થ્રોન્સની ખલીસી પરથી પ્રેરણા લેતાં દીપશિખાએ તેના પાત્રને જીવંત રાખવા માટે સંપૂર્ણ કાળો પહેરવેશ ધારણ કર્યો છે. આ વિશે બોલતાં દીપશિખા કહે છે, ખલીસી તેના પાત્ર માટે પશ્ચિમી લૂક હતો તેથી મેં મારા લૂકમાં આ વખતે થોડો ભારતીય- પશ્ચિમી સ્પર્શ ઉમેરવાનું નક્કી કર્યું. મોહમાયા કાળી અને શયતાની સ્વભાવની હોવાથી મને લાગ્યું કે કાળો રંગ પાત્રના ગ્લેમરના ત¥વને ધ્યાનમાં રાખતાં આ બાજુને ઉત્તમ રીતે આલેખિત કરે છે. એસેસરીઝ ડ્રેસના શેડ્‌સને મેચ કરી તે રીતે પસંદ કરવામાં આવી હતી અને હું ઘેરા નખના રંગોની ચાહક હોવા છતાં મેં મારા પાત્રના વ્યક્તિત્વને મેચ કરવા માટે બ્લુ ધારણ કરવાનું પસંદ કર્યું હતું. સ્ટાઈલિંગ અને ડિઝાઈનિંગમાં મારું હિત નીલાંબરીના લૂકને સહાય કર્યા પછી બહાર આવ્યું હતું અને આ રીતે મેં આ પાત્રને પડકાર તરીકે ઝીલવાનું નક્કી કર્યું હતું.

નીલાંબરીએ તેના દેખાવમાં બહુ જ મનોહરતા દર્શાવી હતી ત્યારે મોહમાયા તેના વલણમાં શક્તિ અને સત્તા લાવે છે. દીપશિખાનું નવું પાત્ર શોમાં જોરદાર પ્રવેશ કરે છે. બેફિકર પરફોર્મન્સ આપતાં આ અભિનેત્રીએ લોકપ્રિય ગીત દિલબર દિલબર સાથે પ્રવેશ કર્યો હતો, જે તેણે પોતે કોરિયોગ્રાફ કર્યું હતું.

આ વિશે બોલતાં દીપશિખા કહે છે, આ દશ્ય લાંબા કામકાજના દિવસ પછી રાત્રે ૩ વાગ્યે શૂટ કર્યું હોવા છતાં મારી ઊર્જા ભરપૂર હતી અને હું આ દશ્ય શૂટ કરવા માટે ભારે રોમાંચિત હતી. આ કાંઈક અલગ છે અને રસપ્રદ છે. હું અમુક હલનચલન પૂરતો કોરિયોગ્રાફ કે નિયંત્રણ લૂકનો પરફોર્મન્સ ચાહતી નહોતી. મહામાયા વશમાં લેશે અને તેની વલણ અને સ્ટાઈલમાં તે આલેખિત થવું જોઈએ. મેં રણવીર સિંહના બિતે દિલ પરથી મારા ડાન્સમાં તેજ પ્રવાહ અને મુવમેન્ટ પ્રદર્શિત કરવા માટે પ્રેરણા લીધી છે. મને અંગત રીતે આ વારતા બહુ ગમી છે. સ્ટાઈલ મારે માટે રોમાંચક હતી.

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers