Western Times News

Gujarati News

તેજસ્વી સહિત મહાગઠબંધનના ૨૮ વર્તમાન ધારાસભ્યો બીજા તબક્કામાં છે

પટણા, બિહાર વિધાનસભાના બીજા તબક્કામાં ૧૭ જીલ્લાની ૯૪ બેઠકો માટે ત્રણ નવેમ્બરે યોજાનાર ચુંટણીમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે આરપારનો મુકાબલો થનાર છે. મહાગઠબંધનમાં મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ સહિત રાજદના ૨૭ ધારાસભ્યોની પ્રતિષ્ઠા દાવ પર છે.એનડીએના અડધો ડઝન મંત્રીઓ સહિત અનેક મુખ્ય નેતાઓનું ભાગ્ય આ તબક્કામાં નક્કી થનાર છે.

એનડીએની ૫૦ વર્તમાન બેઠકો પર ભાજપ અને જદયુની પ્રતિષ્ઠા દાવ પર છે.બીજા તબક્કામાં એનડીએમાં ભાજપે સૌથી વધુ ૪૬ બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે. તેમાં ભાજપની રાજદની સાથે ૨૭ બેઠકો પર સીધી ટકકર છે. ભાજપની કોંગ્રેસની સાથે ૧૨ બેઠકો પર અને માકપાની સાથે એક ભાકપાની સાથે બે અને બે બેઠકો પર માલેની સાથે મુકાબલો છે.

આ પ્રકારે જદયુ પોતાની ૪૩ બેઠકોમાં સૌથી વધુ રાજદની સાથે ૨૫ બેઠકો પર આમને સામને છે કોંગ્રેસની સાથે ૧૨ બેઠકો પર માલેની સાથે બે માકપાની સાથે ત્રણ અને ભાકપાની સાથે એક બેઠક પર આમને સામને ટકકર છે.બીજા તબક્કાની આ મહત્વપૂર્ણ લડાઇમાં વિરોધ પક્ષના નેતા સહિત મહાગઠબંધનના ૨૭ ધારાસભ્યોની પ્રતિષ્ઠા દાવ પર છે તેમાં તેજપ્રતાપ,એજયા યાદવ,આલોક કુમાર મહેતા રામાનુુજ પ્રસાદ સહિત ૧૯ ધારાસભ્યોની પ્રતિષ્ઠા દાવ પર છે.

આ ઉપરાંત રાજના બે અન્ય ધારાસભ્યના પરિવારજનો પણ ચુંટણીમાં મેદાનમાં છે કોંગ્રેસ તરફથી પાંચ ધારાસભ્યોની શાખ દાવ પર છે આ તબકકામાં કેટલાક ચર્ચિત ચહેરા મેદાનમાં છે જેમાં બાહુબલી નેતા આનંદ મોહનના પુત્ર ચેતન અને અભિનેતા શત્રુધ્નસિંન્હાનો પુત્ર લવ સિન્હા પણ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.