Western Times News

Gujarati News

દૂધના ટેન્કરમાંથી ૧૩૫ પેટી વિદેશી દારુ પકડાયો

ચંદોલી: ઉત્તર પ્રદેશ અને બિહાર બોર્ડર ઉપર પોલીસ ચેકિંગ દરમિયાન ગેરકાયદે દારૂ ઘૂસાડવાનો પર્દાફાશ થયો છે. પોલીસે મોટી માત્રામાં દારૂની ખેપ પકડી પાડી હતી. પોલીસે દૂધના ટેન્કરમાં સંતાડીને બોર્ડર પાર લઈ જવાતો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે બૂટલેગરોના પ્લાન ઉપર પાણી ફેરવી દીધું હતું. પોલીસે ટેન્કરમાંથી ૧૨ લાખ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો.

સાથે જ પાંચ બૂટલેગરોની પણ ધરપકડ કરી હતી. અત્યારે બિહારમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. આવી સ્થિતિમાં બૂટલેગરો પણ સક્રિય થયા છે. દારૂબંધીના કારણે બીજા પ્રદેશમાં ચૂંટણી માટે દારૂ પહોંચાડવામાં આવી રહ્યો છે. બોર્ડર ઉપર પોલીસ સતર્ક થઈ ગઈ છે. જેના પગલે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ચંદૌલી નૌબતપુરના ઉત્તર પ્રદેશ અને બિહાર બોર્ડર ઉપર પોલીસ દ્વારા ચેકિંગ હાથ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે એક દૂધના ટેન્કરને રોક્યું હતું.

જે દેખાવથી અલગ લાગી રહ્યું હતું. દેખાવમાં દૂધનું ટેન્કર લાગી રહ્યું હતું. પરંતુ પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે ટેન્કરમાંથી મોટી માત્રામાં દારૂ મળ્યો હતો. પોલીને ચકમો આપીને દારૂની તસ્કરની કરવાનો પ્લાન હતો. જેના માટે દૂધના ટેન્કરનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં આ ટેન્કરની આગળ એક કાર ચાલતી હતી. જેમાં સવાર ત્રણ બૂટલેગરો ટેન્કરને એક્સોર્ટ કરી રહ્યા હતા.

પોલીસે આ કન્ટેનરને વિદેશી દારૂની ૧૩૫ પેટી દારૂ જપ્ત કર્યો હતો જેની કિંમત આશરે ૧૨ લાખ રૂપિયા ગણવામાં આવે છે. પોલીસે આ મામલે પાંચ બૂટલેગરોની પણ ધરપકડ કરી હતી. ચંદોલીના એસપી હેમંત કુટિયાલના જણાવ્યા પ્રમાણે ચંદોલીની સર્વિલન્સ અને સ્વાટ ટીમની સંયુક્ત કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. એસપીએ જણાવ્યુ કે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી ચાર લોકો હરિયાણાના રહેનારા છે અને એક વ્યક્તિ બિહારનો રહેવાસી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.