Western Times News

Gujarati News

કેન્સર વૈશ્વિક સ્તરે મૃત્યુનું બીજું અગ્રણી કારણ ગણાય છે

વડોદરા: કેન્સર એ વિશ્વવ્યાપી રોગ અને મૃત્યુ દરના અગ્રણી કારણોમાંનું એક છે, જેમાં 2018 માં આશરે 18 મિલિયન નવા કેસ છે. કેન્સર વૈશ્વિક સ્તરે મૃત્યુનું બીજું અગ્રણી કારણ ગણાય છે અને તે 2018 માં 9.6 મિલિયન મૃત્યુ માટે જવાબદાર હતું. ઈન્ડિયા આ લીગમાં કેન્સરના 1.2 મિલિયન નવા કેસો અને 7 લાખથી વધુ લોકોનાં મોતનાં મામલામાં દૂર નથી.

સ્ટર્લિંગ હોસ્પિટલના ઓન્કોલોજિસ્ટ ડો. નિરજ ભટ્ટના જણાવ્યા અનુસાર, “કેન્સર એ માત્ર હેલ્થ કન્સર્ન નથી, તે એક જટિલ મુદ્દો છે જેમાં સોશિયલ, ઈકોનોમિક, ડેવલોપમેન્ટલ અને હ્યુમન રાઈટ્સનો પણ સમાવેશ થાય છે. ઉપર સૂચિબદ્ધ કરાયેલ સંખ્યાઓ ભયજનક છે, તેમ છતાં, વર્લ્ડ કેન્સર ડેના મુખ્ય લક્ષ્યોમાંનું એક એ છે કે વિશ્વભરના લોકોએ જાગરૂક રહેવું કે કેન્સરનું નિદાન એ મૃત્યુદંડની સજા નથી.”

બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ તો ભારતમાં નવા કેસોમાં 14% વધારો થયો છે (બંને જાતિમાં. જો આપણે ફક્ત મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો, ભારતમાં 12.11% મૃત્યુદર સાથે આ સંખ્યા 27.7% છે.

બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ જેનેટિકલી, ફેમિલી બર્ડન, હોર્મોનલ ઈસ્યૂઝ જેમકે અર્લી મોનોપોઝ, લેટ મોનોપોઝ, લેટ અથવા નો પ્રેગ્નેન્સી, ઓબેસિટી, પોસ્ટમેનોપોઝલ વેઈટ ગેઈન અને વાયા ટોક્સિન ઉદાહરણ તરીકે બાળપણમાં બ્રેસ્ટના રેડિએશન એક્સપોઝર, અને કોન્ટ્રાલેટરર બ્રેસ્ટ કાર્સિનોમા (ફર્સ્ટ કાર્સિનોમા) વગેરે રીતે વધતું જાય છે.

બ્રેસ્ટ કેન્સરના કેટલાંક સિમ્પ્ટમ્સમાં સમાવેશ થાય છે:

1. બ્રેસ્ટમાં લૅમ્પ કે થિકનિંગ, મોટાભાગે પેઈનલેસ

2. ડિસ્ચાર્જ કે બ્લિડિંગ

3. બ્રેસ્ટની સાઈઝમાં ચેન્જ કે કોન્ટર્સ

4. એરોલાના કલર કે અપિરિયન્સમાં ચેન્જ

5. બ્રેસ્ટ ઉપર રેડનેસ અથવા સ્કિનનું પીટિન્ગ

6. નિપલનું ઈનવર્ઝન

બ્રેસ્ટ કેન્સરનું નિદાન સેલ્ફ- બ્રેસ્ટ એક્ઝામિનેશન, ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન, મેમોગ્રાફી -એસીએસ ગાઈડલાઈન્સ, અલ્ટ્રા-સોનોગ્રાફી, એમઆરઆઈ અને બાયોપ્સી દ્વારા કરી શકાય છે. જ્યારે ટ્રિટમેન્ટ ઓપ્શન સર્જરી, રેડિયેશન, કીમોથેરાપી, હોર્મોન થેરેપી, ટાર્ગેટેડ થેરાપી અને બાયોલોજીક્સથી અલગ હોઈ શકે છે.

આજે, કેટલાક કેન્સર કે જેઓ એક સમયે જીવલેણ માનવામાં આવતા હતા તે સારવાર માટે યોગ્ય છે અને કેટલાક કિસ્સાઓમાં ઉપચારકારક છે. જોખમના પરિબળોને સમજવામાં પ્રિવેંશન્સ, અર્લી ડિટેક્શન અને રેપિડ ટ્રિટમેન્ટ સાથે કેન્સરના મેનેજમેન્ટમાં સુધારો થયો છે.

કેન્સર સ્ક્રિનીંગ એ દર્દીઓની સંભાળ દરમિયાન હેલ્થ પ્રોફેશનલ્સ કરી શકે છે. તે એક સૌથી સહેલી અને ખર્ચાળ પ્રક્રિયા છે. તમારી હેલ્થને સુરક્ષિત રાખવા અને બચાવવા માટે કેન્સર સ્ક્રીનિંગ વિશે વિચારો. સ્ક્રીનિંગ દર્શાવે છે કે તમે હેલ્ધી છો અથવા તમારામાં સિમ્પટમ્સ હોટ તે અગાઉ કેન્સર શોધવામાં મદદ કરે છે. કેન્સરની વહેલી તપાસનો અર્થ એ છે કે તેનો ઉપચાર કરવામાં આવી શકે છે. તમારી એજ, જેન્ડર અને પર્સનલ અને ફેમિલી મેડિકલ હિસ્ટ્રીના આધારે તમારા માટે યોગ્ય  સ્ક્રીનીંગ્સ વિશે તમારા ડોક્ટર સાથે વાત કરો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.