Western Times News

Gujarati News

કેવડિયા દુનિયાના પ્રવાસન નક્શા પર છવાઈ જશે : વડાપ્રધાન મોદી

નર્મદા: સરદાર પટેલની ૧૪૫ મી જન્મજયંતી પર દેશભરમાં આજે એક્તા દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપવા પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પહોંચ્યા હતા. અહી તેઓએ સરદારની પ્રતિમાને નમન કર્યું. હેલિકોપ્ટરથી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ત્યારે ફૂલોની મહેક કેવડિયાની હવામાં મહેકી ઉઠી હતી. તેના બાદ પીએમ મોદી સરદાર પટેલના પગ પાસે પહોંચીને તેઓને ફૂલ અર્પણ કર્યાં હતા.

ફાઈટર એર ક્રાફ્ટ કેવડિયાના આકાશ પરથી પસાર થયા હતા અને એરફોર્સ દ્વારા અનોખી રીતે સરદારને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

આ ક્ષણ દેશવાસીઓ માટે ખાસ બની રહી હતી. દેશના લોખંડી પુરુષ માટે પીએમ મોદી દ્વારા કરવામાં આવતી પુષ્પાંજલિ ખાસ બની રહી હતી. અહીથી હવે પીએમ મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસની શરૂઆત થશે.

ફાઈટર એર ક્રાફ્ટ કેવડિયાના આકાશ પરથી પસાર થયા હતા અને એરફોર્સ દ્વારા અનોખી રીતે સરદારને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ આકાશી સલામી કેવડિયાવાસીઓ માટે ખાસ બની હતી. જ્યાં કેવડિયાના આકાશમાં એરફોર્સના વિમાનોની ગડગડાટી ફેલાઈ ગઈ હતી.

ત્રણેય જેગુઆર એરક્રાફ્ટ ૬૦૦ કિલોમીટરનું અંતર ૪૦ મિનીટમાં પસાર કરીને કેવડિયા પહોંચ્યા હતા.

જેગુઆર ફાઈટર એરક્રાફ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી પસાર થયા હતા. જામનગર એરપોર્ટ પરથી ઉડાન ભરીને ત્રણેય જેગુઆર એરક્રાફ્ટ ૬૦૦ કિલોમીટરનું અંતર ૪૦ મિનીટમાં પસાર કરીને કેવડિયા પહોંચ્યા હતા. કેન્દ્રિય અર્ધ લશ્કરી દળો દ્વારા આ એકતા પરેડ યોજાઈ હતી.

જેમાં વિવિધ ફોર્સ દ્વારા પોતાની શક્તિનું પ્રદર્શન કરાયું હતું. તેના બાદ ગુજરાતની આદિવાસી કલાકારો દ્વારા અદભૂત નૃત્ય રજૂ કરાયું હતું. સરદાર પટેલની પ્રતિમાને નમન કર્યા બાદ પીએમ મોદી એક્તા પરેડ ગ્રાઉન્ડમાં આવ્યા હતા.

સુરક્ષાના વિવિધ ભાગનો જવાનોએ પરેડ કરી હતી.
તેઓએ એક્તા પરેડમાં તમામ લોકોને દેશની એક્તાના શપથ લેવડાવ્યા હતા. તો સાથે જ આ પરેડ ભવ્ય બની રહી હતી. જ્યાં સુરક્ષાના વિવિધ ભાગનો જવાનોએ પરેડ કરી હતી. પોતાની શક્તિ તથા એક્તાનું પ્રદર્શન કર્યું હતુ. હાલ સમગ્ર વિશ્વ ગુજરાતના આંગણે થઈ રહેલી આ ભવ્ય પરેડની નિહાળી રહ્યું છે. કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ દરમિયાન પીએમ મોદીને કેમલ બેન્ડ દ્વારા ૨૧ બ્યુગલોથી સલામી આપવામાં આવી હતી. મૂળ ગુજરાત કેડરના જ્ઞાનેન્દ્રસિંઘ મલિક પરેડનુ નેતૃત્વ કરતા દેખાયા હતા.

ગુજરાત પ્રવાસના પહેલા દિવસે નરેન્દ્ર મોદીએ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી અને સરદાર સરોવર ડેમ માટે ડાયનેમિક લાઈટિંગનું ઉદઘાટન કર્યું. સાથે જ યુનિટી ગ્લો ગાર્ડન, કેક્ટસ ગાર્ડનની પણ મુલાકાત કરી.

આ ઉપરાંત તેઓએ એક્તા મોલ, આરોગ્ય વન અને ચિલ્ડ્રન પાર્કનું પણ ઉદઘાટન કર્યું. અહી તેઓએ ટ્રેનની સવારી પણ કરી.
પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઈટ, કેવડિયા મોબાઈલ એપ્લિકેશ અને કેવડિયામાં સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્કમાં જંગલ સફારીની શરૂઆત કરાવી. મોદીએ ઝુઓલોજિકલ પાર્કની ટુર પણ કરી. આ ઉપરાંત તેઓએ એક્તા મોલ, આરોગ્ય વન અને ચિલ્ડ્રન પાર્કનું પણ ઉદઘાટન કર્યું. અહી તેઓએ ટ્રેનની સવારી પણ કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.