Western Times News

Gujarati News

કોરોનામાં અમેરિકન વિદ્યાર્થીને ભારતીય શિક્ષકોએ મદદ કરી

Files Photo

વોશિંગ્ટન: કોરોના વાયરસના રોગચાળાના કારણે એક તરફ અમેરિકામાં સ્કૂલ-કોલેજો બંધ કરી દેવામાં આવી છે ત્યારે ભારતીય શિક્ષકો મદદગાર સાબિત થયા છે.

ભારતના શિક્ષકો ઓનલાઈનના માધ્યમથી અમેરિકા જ નહીં વિશ્વભરના ઘણા દેશોના બાળકોને ઘરે બેઠા શિક્ષણ આપી રહ્યા છે. તેમના આ યોગદાનમાં ઘણા ઈન્ટરનેશનલ એજ્યુકેશન પોર્ટલ અને એપ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

અમેરિકાના એટલાન્ટામાં ઘણા મહિના સુધી સ્કૂલોમાં રજા આપવામાં આવી હતી.
આ કારણથી સમગ્ર વિશ્વમાં ભારતના શિક્ષકોના આ યોગદાનની પ્રશંસા પણ થઈ રહી છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ પ્રમાણે કોરોનાના રોગચાળા દરમિયાન અમેરિકાના એટલાન્ટામાં ઘણા મહિના સુધી સ્કૂલોમાં રજા આપવામાં આવી હતી. આ દરમિયાન શેરી એક્રેલે સાતમાં અને ત્રીજા ધોરણમાં ભણતા પોતાના બે બાળકોનો અભ્યાસ ઓનલાઈન માધ્યમથી કરાવવાનું શરૂ કરી દીધું છે.

ઘરથી અભ્યાસ કરવો વધારે મહેનતનું કામ છે. તેમ છતાં પણ તે સસ્તુ છે
તેમણે કહ્યું છે કે ઓનલાઈન અભ્યાસ દરમિયાન પણ મારા બાળકોને વન-ટૂ-વન એટેન્શન મળ્યું. જોકે, ઘરથી અભ્યાસ કરવો વધારે મહેનતનું કામ છે. તેમ છતાં પણ તે સસ્તુ છે. ઓનલાઈન અભ્યાસની માંગ વધવાથી ભારતીય શિક્ષકો માટે નવા દ્વારા ખુલી રહ્યા છે.

આ શિક્ષક કેલક્યુલસથી લઈને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ સુધી પ્રત્યેક વિષય અમેરિકન બાળકોને ભણાવી રહ્યા છે. તે અમેરિકન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને તેમનું હોમવર્ક પૂરૂ કરાવવામાં પણ મદદ કરી રહ્યા છે. આ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ તેમના અર્થશાસ્ત્ર અને એન્જિનિયરિંગ વિષયોને સારી રીતે સમજે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.