Western Times News

Gujarati News

સોની મેક્સ પર નિહાળો ‘ગુલાબો સિતાબો’નું વર્લ્ડ ટેલીવિઝન પ્રીમિયર 8 નવેમ્બરે

હાસ્ય, ડ્રામા અને સતત મનોરંજનથી ભરેલ ઉત્તાર ચઢાવથી ભરપૂર ફિલ્મ ‘ગુલાબો સિતાબો’નું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર નિહાળવા માટે તૈયાર થઇ જાઓ જેની વ્યંગ્ય ભરી કહાની તમને ખુશ કરશે – તમને હસાવશે. આ પ્રીમિયર તમે નિહાળી શકશો 8 નવેમ્બર 2020ના રોજ બપોરે 12.00 કલાકે ફક્ત સોની મેકસ પર.

આ ફિલ્મમાં કેન્દ્રીય ભૂમિકા અમિતાભ બચ્ચનની છે અને તેમનો ભરપૂર સાથ આપ્યો છે યુવા અભિનેતા આયુષ્માન ખુરાનાએ. ‘ગુલાબો સિતાબો’ એક લેન્ડલોર્ડ અને તેના ભાડૂઆતો વચ્ચે સતત ચાલતી રકઝકની મજેદાર કહાની છે જેનું નિર્દેશન શૂજિત સરકારે કર્યું છે. જુહી ચતુર્વેદી દ્વારા લખાયેલી આ ફિલ્મને રોની લહિરી અને શીલ કુમારે રાઇઝિંગ સન ફિલ્મ પ્રોડકશનના બેનર હેઠળ બનાવી છે.

‘ગુલાબો સિતાબો’ લખનઉના બેકગ્રાઉન્ડ પર બનાવવામાં આવી છે. કહાનીના મુખ્ય પાત્ર છે મિર્ઝા સાહેબ (અમિતાભ બચ્ચન) જે એક પડી જવાની હાલતમાં થયેલી   ખુબ જ જર્જરિત હવેલીના માલિક છે. તેમના ઘણા ભાડૂઆતોમાં સૌથી વધુ તેનો વિરોધ કરનાર છે બાંકે (આયુષ્માન ખુરાના). બંને વચ્ચે સતત બોલા-ચાલી થતી રહે છે,

ખાસ કરીને ભાડાના લીધે. કહાનીને એક વળાંક દર્શકોને ચોંકાવનારો છે અને ફિલ્મ પુરી થતા થતા એક સરસ પાઠ શીખવે છે. તેના સહાયક કલાકારમાં ફારુખ જેફર, સૃષ્ટિ શ્રીવાસ્તવ, વિજય રાજ, ટીના ભાટિયા, બૃજેન્દ્ર કાલા અને પૂર્ણીમા શર્મા છે.

‘ગુલાબો સિતાબો’ મિર્ઝા અને બાંકે વચ્ચે ચાલતી બોલા-ચાલી વચ્ચે બહુ ઊંડી વાત કહેવામાં આવે છે. તેની મજબૂત પટકથા અને કુશળ ફોટોગ્રાફી દર્શકોને ખુશ કરતી રહે છે. જૂનું લખનઉ અને તેની જૂની ભવ્ય ઇમારતો, શહેરના સાંકડી શેરીઓમાં ચાલતી ટુક-ટુક અને સાયકલ રિક્ષાઓને ફિલ્મેં સુંદર રૂપે દર્શાવી છે.

અભિષેક મુખોપાધ્યાયે પોતાના કુશળ કેમેરાવર્ક દ્વારા નવાબી શહેરની દરેક ખૂબીને સુંદર રીતે રજૂ કરી છે, જે કહે છે – ‘સ્મિત કરો કે તમે લખનઉ માં છો’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.