Western Times News

Gujarati News

પ્રિયંકા ગાંધીમાં ઇન્દિરા ગાંધીની ઝલક જોવા મળે છે: દિગ્વિજય

નવીદિલ્હી, કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીને લઇ લોકો સમય સમય પર કહેતા રહ્યાં છે કે તે પોતાની દાદી અને દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જેમ જાેવા મળે છે.કોગ્રેસ નેતાઓ સહિત અનેક અન્ય લોકો પણ પ્રિયંકા ગાંધીમાં ઇન્દિરા ગાંધીની તસવીર જાેવે છે.બંન્નેની તસવીરો દ્વારા પણ એકબીજાની સરખામણી કરવામાં આવે છે હવે કોંગ્રેસના પૂર્વ મહામંત્રી દિગ્વિજયસિંહે પણ કહ્યું કે પ્રિયંકા ગાંધીમાં ઇન્દિરા ગાંધીની ઝલક જાેવા મળે છે.દિગ્વિજયસિંહે ઇન્દિરા ગાંધીની પુણ્યતિથી પ્રસંગે પ્રિયકા ગાંધીની એક તસવીર શેયર કરતા આ ટ્‌વીટ કર્યું તેના પર ટિ્‌વટર યુઝર્સે દિગ્વિજય સિંહને મજેદાર જવાબ આપ્યો કોઇએ દિગ્વિજયસિંહને ચાપલુસ તો કોઇએ કહ્યું કે હદ છે ચાપલુસીની.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ પાર્ટી મહામંત્રી દિગ્વિજયસિંહે શનિવારે ટિ્‌વટ કર્યું પ્રિંયકાજીમાં ઇન્દિરા ગાંધીની ઝલક જાેવા મળે છે. ઇન્દિરાજીને સાદર નમન અને શ્રધ્ધાંજલિ.સિંહે જે તસવીરને ટ્‌વીટ કરી હતી તેમાં પ્રિયંકા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને શ્રધ્ધાંજલિ અર્પિત કરી રહી હતી આ ટ્‌વીટ બાદ યુઝર્સે અનેક પ્રકારની ટીપ્પણીઓ કરી
એક યુઝરે લખ્યુંકે જાે મધ્યપ્રદેશમાં આ ઝલક આવી જાત તો ધારાસભ્ય વેંચાવા દેતા.એક તુષાર ત્રિવેદી નામના યુઝર્સે લખ્યુંકે ગજબની ચાપલુસી છે. જયારે અનેક યુઝર્સ પ્રિયંકા ગાંધીની પ્રશંસા કરતા નવી જવાબદારીની વકાલત કરતા નજરે પડયાં એકે લખ્યું પાર્ટીને હવે તેમન રાષ્ટ્રીય સ્તરની જવાબદારી સોંપવી જાેઇએ દરેક ભારતીયને પ્રિયંકા ગાંધીના નેતૃત્વ નિર્ણય ક્ષમતાની જરૂરત છે એક અન્ય યુઝર્સે લખ્યું હદ છે ચાપલુસીની.

આ પહેલા દિગ્વિજયસિંહે ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર શ્રધ્ધાંજલિ આપતા કહ્યું કે તેમને દેશ કયારેય ભુલી શકશે નહીં તેમણે લખ્યું કે ઇન્દિરા જીના બલિદાન દિવસ પર તેમના પ્રત્યે શ્રધ્ધાંજલિ દેશ તેમને કયારેય ભુલી શકશે નહીં. દેશના ગરીબ મજદુરો કિસાનો દલીતો આદિવાસકીઓ તેમને સદૈવ યાદ રાખશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.