Western Times News

Gujarati News

મેં બધાં રાજકારણનો સામનો કર્યો, હવે વિરોધીઓ બેનકાબ થયાઃ મોદી

કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસે વડાપ્રધાને વિરોધીઓ ઉપર પસ્તાળ પાડી

કેવડિયા, પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાનના મંત્રીએ પુલવામામાં હુમલો કર્યો હોવાની વાત સ્વીકાર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત પોતાની પ્રતિક્રિયા આપીને પુલવામા હુમલાના સમયે વિપક્ષની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે જ્યારે આપણા દેશના જવાનો શહીદ થયા ત્યારે પણ કેટલાક લોકો રાજકારણ કરવામાં જોડાયેલા હતા. આવા લોકોને દેશની જનતા ક્યારેય ભૂલી નહીં શકે.

ગુજરાતના કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસના અવસર પર પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, તે સમયે હું તમામ આરોપોને સ્વીકારતો રહ્યો, ભદ્દી-ભદ્દી વાતો સાંભળતો રહ્યો. મારા હ્રદય પર ઉંડા ઘા વાગ્યા હતા પરંતુ છેલ્લા થોડા દિવસોથી પાડોશી દેશમાંથી જે પ્રકારની ખબરો સાંભળવા મળી રહી છે, તેઓએ જે પ્રકારે પોતાની કરતૂતોને સ્વીકારી છે, તેનાથી તે લોકોની હકીકત પરથી પરદો હટી ગયો છે.

વડાપ્રધાને કહ્યું કે, જે રીતે ત્યાંની સંસદમાં સત્યનો સ્વીકાર કરવામાં આવ્યો છે, તેમણે આ લોકોનો અસલી ચહેરો દેશ સમક્ષ ઉઘાડો પાડ્યો છે. પોતાના રાજનૈતિક સ્વાર્થ માટે તે લોકો કઈ હદ સુધી જઈ શકે છે તે આના પરથી સમજી શકાય છે. પુલવામા હુમલા બાદ કરવામાં આવેલા રાજકારણનું આ સૌથી મોટું ઉદાહરણ છે.

વડાપ્રધાને કહ્યું કે આજની પરિસ્થિતિમાં દુનિયાના તમામ દેશોને, તમામત સરકારોને, તમામ સંપ્રદાયોએ આતંકવાદ વિરુદ્ધ એકસાથે આવવાની ખૂબ જ જરૂર છે. શાંતિ-ભાઈચારો અને પરસ્પર આદરનો ભાવ જ માનવતાની સાચી ઓળખ છે. આતંકવાદ અને હિંસાથી ક્યારેય કોઈનું કલ્યાણ થયું જ નથી અને ક્યારેય થશે પણ નહીં.

advt-rmd-pan

દરમિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બે દિવસના કાર્યક્રમના બીજા દિવસે કેવડિયા ખાતે એકતા પરેડને નિહાળ્યા બાદ સિવિલ સર્વિસિસના પ્રોબેશનર્સને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ શનિવારે કેવડિયાથી અમદાવાદ સાબરતમિ રિવરફ્રન્ટ માટે સી પ્લેનનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું. આજે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫મી જન્મજયંતી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. વડાપ્રધાને ભવિષ્યના નીતિ આયોજકોને જણાવ્યું હતું કે તેમણે રાષ્ટ્રહિતમાં ર્નિણય કરવો જોઈએ જેથી દેશની એકતા તેમજ અખંડતા મજબૂત થઈ શકે. વધી રહ્યું છે.

સરકાર ફક્ત નીતિઓ પર નથી ચાલી શકતી. જે લોકો માટે પોલીસી ઘડવામાં આવે છે તેવા સામાન્ય લોકોનો પણ તેમાં સમાવેશ કરવો પડે છે. પ્રજા સરકારની નીતિઓના લાભાર્થી માત્ર નથી હોતી પરંતુ તેઓ આ નીતિઓ ઘડવા માટેનું પ્રેરક બળ હોય છે. જેથી આપણે ગવર્નમેન્ટથી ગવર્નન્સ તરફ વળવું જોઈએ.આઈએએસની સેવામાં એકતરફ આરામ, નામ અને ખ્યાતિ હશે જ્યારે બીજીતરફ સંઘર્ષ, મુશ્કેલી અને તકલીફો હશે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, મારા મતે તમે જ્યારે સરળ રસ્તો પસંદ કરો છો ત્યારે તમારા માટે ખરી મુશ્કેલીઓ સર્જાય છે. અધિકારીઓએ લોકો વચ્ચે દખલ ઓછી કરીને સામાન્ય લોકોના ઉત્થાન માટે કામ કરવું જોઈએ.

સરકારી અધિકારી કોઈપણ ર્નિણય કરે તે રાષ્ટ્રહિતમાં હોય તે સુનિશ્ચિત કરવું જોઈએ અને તે દેશની એકતા તેમજ અખંડતાને વધુ મજબૂત કરે તેવો હોવો જોઈએ તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું.

પીએમ મોદીએ સિવિલ સેવા ક્ષેત્રે રહેલા પ્રોબેશનર્સને મિનિમમ ગવર્નમેન્ટ અને મેક્સિમમ ગર્વનન્સનો મંત્ર આપ્યો હતો. વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરી રહેલા વડાપ્રધાન મોદીએ ભાવિ આઈએએસ અધિકારીઓને જણાવ્યું કે, તેઓ એવા સમયે રાષ્ટ્ર સેવામાં જોડાઈ રહ્યા છે જ્યારે દેશ ૭૫માં સ્વતંત્રા પર્વ તરફ આગળ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.