Western Times News

Gujarati News

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનાં ૯૩૫ કેસ આવ્યા

અમદાવાદ, રાજ્યમાં કોરોનાની સ્થિતિમાં દિવસે દિવસે સુધારો થતો હોય તેવું દેખાઇ રહ્યું છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૦૦૦ ને નીચે પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા છે. આજે રાજ્યમાં નવા ૯૩૫ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૧૦૧૪ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૫૬,૧૧૯ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૦.૨૭ ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૫૧,૫૭૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૭૯૩.૪૫ પ્રતિ મીલીયન થાય છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૬૦,૫૩,૮૪૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૧૦,૯૧૬ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫,૧૫,૦૪૮ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૧૦૭ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ૯૦.૨૭ ટકા છે જે ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે.

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૩,૧૦૬ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૫૯ છે. જ્યારે ૧૩,૦૪૭ લોકો સ્ટેબલ છે. ૧,૫૬,૧૧૯ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૩૭૧૯ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૫ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના ૨, પાટણમાં ૧, રાજકોટમાં ૧ અને સુરત કોર્પોરેશનના ૧ સહિત કુલ ૫ દર્દીઓનાં કોરોના વાયરસના કારણે મોત નિપજ્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.