Western Times News

Gujarati News

કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા શરદપૂર્ણિમા ઉજવણી કરવામાં આવી

શરદ્પૂણિમાએ કુમકુમ મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો

૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો.

– કુમકુમ મંદિર દ્રારા ઓનલાઈન ઉજવણી કરવામાં આવી.

સદ્ગુરુ શારત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો હતો.
તા. 3૧ ઓકટોમ્બરને શનિવારના રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુકતજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય અને શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર મહંત સદ્ગુરુ શારત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો હતો. આ પ્રસંગે તેમની નિશ્રામાં શરદપૂર્ણિમા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન કોરોના વાયરસની ઉપાધિ ટાળે તે માટે પ્રાર્થનાં કરવામાં આવી હતી.

આ પ્રસંગે સ્વામીજીના દીઘયુ માટે કુમકુમ મંદિરની મહિલાઓ દ્રારા ઓનલાઈન ર૪ કલાક અંખડ શ્રી મુકતજીવન સ્વામીબાપાની વાતોની પારાયણ કરી હતી. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,
શરદ્પૂણિમા પ્રસંગે આસો સુદ – પૂનમ આવે છે ત્યારે ચંદ્ર સંપૂર્ણ રીતે ખીલી ઉઠે છે.તેનો પ્રકાશ શીતળ લાગે છે.આકાશ નિર્મળ હોય છે. આવા ધવલરંગી ઉત્સવે શ્વેત ચાંદની રેલાતી હોય છે.આ શરદ્પૂણિમાને માણેક – ઠારી પૂનમ પણ કહેવાય છે. લોકો દૂધ – પોંઆનો પ્રસાદ જમીને આનંદ વિભોર બને છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને આજથી બસો વર્ષ પહેલા પંચાળા, આદિ અનેક સ્થળોએ શરદ્પૂણિમાના ઉત્સવ પ્રસંગે રાસલીલા કરી હતી.પંચાળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાને એક – એક સંતની સાથે એક – એક જુદુ રુપ ધારણ કરીને લીલા કરેલી છે એટલે કે, જેટલા સંતો હતા તેટલા રુપે ભગવાન થયા હતા. તે મહારાસ લીલા તેની સ્મૃતિ તાજી કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્યારથી શરદપૂર્ણિમા નો ઉત્સવ દરેક મંદિરોમાં ઉજવાય છે.

શરદ ત્રડતુમાં અમ્લરસ લિવરમાં પેદા થાય છે.જેથી ઉધરસ -બેચેની, અને ચકકર આવે છે. પિતજન્ય રોગો વધવાથી દૂધ – પૈઆ ઉત્તમ હોવાનું આયુર્વેદ જણાવે છે.પરંપરાગત દૂધ પૈઆના સેવનના કારણે જીવનદાયિની ઉર્જા પ્રાસ થાય છે. આમ,ચંદ્રમાંથી નીકળનારા શીતળ કિરણો તંદુરસ્તી માટે ઘણાં ફાયદાકારક મનાય છે.આથી જ દૂધ – પૈઆ જેવો પિતનાશક આહાર શરદ્પૂ્િમા ઉપર લેવો જોઈએ.એમાંય આ દુધ -પૈંઆ ભગવાનને ધરાવીને જો જમવામાં આવે તો પછી તે પ્રસાદ બની જાય છે. તે વધુ લાભ પ્રાપ્ત થાય છે.

– સાધ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.