Western Times News

Gujarati News

ભારત કોરોના વાયરસને હરાવી રહ્યું છે, નવા કેસમાં ઘટાડો

નવી દિલ્હી: પાછલા અઠવાડિયામાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો નોંધાયો છે. આ અઠવાડિયામાં નવા કેસમાં ૧૨%નો ઘટાડો નોંધાયો છે જ્યારે તેના પહેલાના અઠવાડિયે ૧૬%નો ઘટાડો નોંધાયો હતો. ૫ અઠવાડિયામાં પહેલીવાર અગાઉના અઠવાડિયા કરતા કેસમાં ઘટાડો થવાની સંખ્યા નીચી રહી છે. કેસમાં ઘટાડો થવાની ટકાવારી પણ નીચી રહી છે. જે રીતે પાછલા મહિનાની શરુઆતમાં કોરોના કેસમાં ઉછાળો નોંધાયો હતો તેમાં ઓક્ટોબરના મધ્યથી ઘટાડો નોંધાયો છે.

પહેલાના અઠવાડિયામાં (ઓક્ટોબર ૧૯-૨૫) કેસમાં ૬૭,૪૯૦નો ઘટાડો નોંધાયો છે
પાછલા અઠવાડિયામાં (ઓક્ટોબર ૨૬-નવેમ્બર-૧) ૩.૨ લાખ જેટલા નવા કેસ નોંધાયા છે, આ અઠવાડિયા દરમિયાન કેસની સંખ્યામાં ૪૨,૭૩૮ કરતા નીચો રહ્યો હતો. જ્યારે આ પહેલાના અઠવાડિયામાં (ઓક્ટોબર ૧૯-૨૫) કેસમાં ૬૭,૪૯૦નો ઘટાડો નોંધાયો છે. આ સાથે સતત દેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. પાછલા અઠવાડિયામાં ૨૧%ના ઘટાડો સાથે દેશમાં કોરોના વાયરસથી ૩,૫૮૬ દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા,

ત્યારે ૭ દિવસમાં ૮,૧૭૫ લોકોએ વાયરસના કારણે જીવ ગુમાવ્યો હતો
આ પહેલાના અઠવાડિયે ૪,૫૧૩ દર્દીઓએ દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો. સતત છઠ્ઠા અઠવાડિયે દેશમાં કોરોના વાયરસના કારણે ભારતમાં થતા મોતમાં ઘટાડો નોંધાયો છે.

સૌથી વધારે કોરોનાના કારણે થનારા મોત સપ્ટેમ્બરના ૧૪થી ૨૦ તારીખના અઠવાડિયા દરમિયાન નોંધાયા હતા, ત્યારે ૭ દિવસમાં ૮,૧૭૫ લોકોએ વાયરસના કારણે જીવ ગુમાવ્યો હતો. જ્યારે હાલના અઠવાડિયામાં ૩,૫૦૦થી વધારે કેસ નોંધાયા છે જે પીક કરતા ૫૬% નીચો આંકડો છે. રવિવારે દેશમાં ૪૬,૨૫૩ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પહેલાના રવિવારે ૪૬,૧૩૫ કેસ નોંધાયા હતા.

સતત બીજા દિવસે ૫૦૦ કરતા ઓછા લોકોએ કોરોના વાયરસથી જીવ ગુમાવ્યો છે.
અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા રાજ્ય સરકારો દ્વારા મળેલા આંકડા પ્રમાણે ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો ૮૨,૨૯,૩૦૧ થઈ ગયો છે.

જ્યારે ૪૯૩ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે, સતત બીજા દિવસે ૫૦૦ કરતા ઓછા લોકોએ કોરોના વાયરસથી જીવ ગુમાવ્યો છે. જ્યાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે તે રાજ્યોમાં પાછલા દિવસ કરતા કેસમાં ઘટાડો નોંધાયો છે. કેરળમાં ૭,૦૨૫ સૌથી વધુ કેસ સાથે સતત ૧૦મા દિવસે ટોપ પર રહ્યું છે, દિલ્હીમાં રવિવારે ૫,૬૬૪ નવા કેસ નોંધાયા છે.

જ્યારે કોરોનાના કારણે થતા મોતના આંકડામાં ચઢાવ-ઉતાર આવી રહ્યો છે.
રાજધાનીમાં ૩૦ ઓક્ટોબરના રોજ સૌથી વધારે ૫,૮૯૧ નવા કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં બીજી દિવસે ૫૦૦૦ કરતા સામાન્ય વધુ કેસ
નોંધાયા છે, જ્યારે કોરોનાના કારણે થતા મોતના આંકડામાં ચઢાવ-ઉતાર આવી રહ્યો છે. રવિવારે રાજ્યમાં ૫,૩૬૯ નવા કેસ નોંધાયા જેની સાથે કુલ કેસનો આંકડો ૧૬,૮૩,૭૭૫ થયો છે. જ્યારે રવિવારે વધુ ૧૧૩ દર્દીઓના મોત સાથે ૪૪,૦૨૪ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.