Western Times News

Gujarati News

આ મહિને ૩ વાર મોદી અને જિનપિંગ આમને સામને

નવી દિલ્હી: લદાખમાં તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો આ મહિને ત્રણવાર દુનિયાના અલગ અલગ અને મહત્વપૂર્ણ મંચો પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આમનો સામનો થઈ શકે છે. શાંઘાઈ શીખરવાર્તાથી આ મુલાકાતોની સિલસિલો શરૂ થશે.

૧૦ નવેમ્બરના રોજ એસસીઓના મંચ પર મુલાકાત અપેક્ષિત છે. જ્યારે ૧૭ નવેમ્બરની બ્રિક્સ શિખરવાર્તા દરમિયાન બંને નેતાઓ આમને સામને જોવા મળશે. સૌથી છેલ્લે ૨૧થી ૨૨ નવેમ્બર સુધી ચાલનારી પણ ભારતીય પીએમ અને ચીની રાષ્ટ્રપતિનો આમનો સામનો થઈ શકે છે.

દેશના ૨૦ જવાનો શહીદ થયા હતા પરંતુ ચીનને પણ મોટું નુકસાન થયું હતું.
સરહદ પર તણાવ બાદ પહેલીવાર એવું બનશે કે બંને નેતાઓ સામ સામે જોવા મળશે. ૧૫ જૂનની ગલવાનની ઘટના બાદ બંને દેશોના સંબંધોમાં કડવાશ આવી છે. નોંધનીય છે કે ત્યારે દેશના ૨૦ જવાનો શહીદ થયા હતા પરંતુ ચીનને પણ મોટું નુકસાન થયું હતું. જો કે તેણે આજ સુધી ગલવાનમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા છૂપાવી રાખી છે.

સાઉદી અરબે મહામારીને પહોંચી વળવા માટે સંયુક્ત રીતે જી૨૦ની સાથે કામ કરવાની જાહેરાત કરી હતી.
ભારત અને ચીન વચ્ચે ઉચ્ચ સ્તરીય મુલાકાતો થઈ છે. કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટે આ વખતે તમામ આયોજન વર્ચ્યુઅલ રીતે થઈ રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં સાઉદી અરબે મહામારીને પહોંચી વળવા માટે સંયુક્ત રીતે જી૨૦ની સાથે કામ કરવાની જાહેરાત કરી હતી.

એસસીઓ, બીઆરઆઈસીએસ અને જી-૨૦ ઉપરાંત આ મહિને ૧૩થી ૧૫ નવેમ્બર વચ્ચે આસિયાન વર્ચ્યુઅલ સમિટનું પણ આયોજન થશે. આ બાજુ એસસીઓના સહયોગી દેશો ૩૦ નવેમ્બરના રોજ મુલાકાત કરશે. આસિયાનની અધ્યક્ષતા વિયેતનામ કરશે. જ્યારે એસસીઓની મેજબાની ભારત દ્વારા કરાશે અને તેના પ્રોટોકોલ મુજબ પાકિસ્તાન અને ચીનને પણ આમંત્રણ અપાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.