Western Times News

Gujarati News

કુમકુમ મંદિર દ્રારા સદ્ગુરુ સમર્પણ મહોત્સવ નો પ્રારંભ

મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે ઓનલાઈન બીજા દિવસે પણ ઉજવણી કરવામાં આવી.

રંગબેરંગી રોશનીથી શણગારેલા ફાઉન્ટેનમાં જળની અંદર શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિશિષ્ટ દર્શન કરાવવામાં આવ્યા.

તા. ૧ નવેમબરને રવિવારના રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય અને શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર મહંત સદ્ગુરુ શારત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ
પ્રવેશ થયો હતો એ નિમિત્તે એક વર્ષ સુધી સદ્ગુરુ સમર્પણ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશે.આ પ્રસંગે સદ્ગુરુ સ્વામી સમર્પણ મહોત્સવના સીંગ્બોલની સુંદર કલાત્મક રંગોળી પણ તૈયાર કરવામાં આવી હતી.

આજ રોજ સ્વામીજીના સ્વસ્થ દીઘાયુ માટે મંદિરથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની ષોડ્શોપચારથી મહાપૂજા કરાવામાં આવી આવી હતી. ત્યારબાદ સત્સંગ સભા યોજવામાં આવી હતી.જેનું લાઈવ પ્રસારણ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલ ઉપર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને નંદપદવીન સંતોને ફુવારામાં વિવિધ રોશની વચ્ચે દર્શનનો સો યોજાયો હતો.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સદ્ગુરુ સ્વામીના જીવન અંગે જણાવ્યું હતું કે, આજના માનવને જરૂર છે સવળા
વિચારોની. ઉમંગના ઓકિસજનની. ઉત્સાહના ટોનિકની અને સદ્પ્રેરણાના ઉંજણની ! આ બઘું જ કોણ પૂરું પાડી શકે છે ? તેનો એક જ જવાબ છે. ભગવાનના સાક્ષાત્કારવાળા સંત.અવનિ ઉપરના અંધારા ઉલેચે તેને સૂર્ય કહેવાય છે.તો ઉરના અંધારા ઉલેચે તેને સંત કહેવાય છે.અનેકના ઉરના અંધારા ઉલેચનાર પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્યારા અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સૌ પ્રથમ સંત તરીકે ની જેમને દીક્ષા અર્પી છે

તેવા સંત એટલે સદ્ગુરુ શારત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી છે.તેમણે પોતાનું સમગ્ર જીવન જનસમાજના ઉત્થાન માટે સમર્પિત કર્યું છે. સાહિત્ય ક્ષેત્રે તેમણે શ્રી અબજીબાપા ચરિત્રામૃત સાગર,સત્સંગ સુધારસ,હૈયાંના હસ્તાક્ષર,શ્રી હરિની સર્વૉપરીતા જેવા ગ્રંથો રચીને તેમણે માનવીના નૈતિક મૂલ્યો અને માનવ જીવનના ઘ્યેય ઉપર પ્રકાશ પાથર્યો છે.

આપણે પણ સહુ કોઈ શ્રીજીબાપા સ્વામીબાપાને પ્રાર્થના કરીએ કે,સ્વામીજીને તેઓ સારું સ્વાસ્થ્ય આપે જેથી સૌને તેમના દર્શન સમાગમનું પ્રાપ્ત થતું રહે. – સાધ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.