Western Times News

Gujarati News

ભાજપની સાથે કયારેય ગઠબંધન કરીશ નહીંઃ માયાવતી

લખનૌ, ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની સાત બેઠકો પર મંગળવારે યોજાનાર મતદાન પહેલા બસપાના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ ભાજપની સાથે મળેલા હોવાના આરોપો પર સ્પષ્ટતા કરી હતી માયાવતીએ કહ્યું કે તેમની પાર્ટી ભાજપની વિચારધારાની વિપરિત છે અને ભવિષ્યમાં વિધાનસભા કે લોકસભા ચુંટણીમાં ભાજપની સાથે કયારેય ગઠબંધન કરશે નહીં.

માયાવતીએ કહ્યું કે પેટાચુંટણીમાં સપા અને કોંગ્રેસ અમારી પાર્ટીની વિરૂઘ્ધ કાવતરામાં લાગી છે અને ખોટી રીતે પ્રચાર કરી રહી છે જેથી મુસ્લિમ સમાજના લોકો બસપાથી અલગ થઇ જાય.તેમણે કહ્યું કે બસપા સાંપ્રદાયિક પાર્ટીઓની સાથે સમજૂતિ કરી શકે નહીં. અમારી વિચારધારા સર્વજન ધર્મની છે અને ભાજપની વિપરિત વિચારધારા છે. માયાવતીએ કહ્યું કે બસપા સાંપ્રદાયિક જાતિવાદી અને મુંડીપતિ વિચારધારા રાખનારાઓની સાથે કયારેય ગઠબંધન કરી શકે નહીં. તેમણે કહ્યું કે તે રાજનીતિથી સંન્યાસ લઇ શકે છે પરંતુ આવી પાર્ટીઓની સાથે જશે નહીં. તેમણે દાવો કર્યો કે તે સાંપ્રદાયિક જાતિવાદી અને મુડીપતિ વિચારધારા રાખનારાઓની સાથે તમામ મોરચા પર લડશે અને કોઇની સામે ઝુકશે નહીં.

બસપા પ્રમુખે કહ્યું કે આ તમામ જાણે છે કે બસપા એક વિચારધારા અને આંદોલનની પાર્ટી છે અને જયારે મેં ભાજપની સાથે સરકાર બનાવી ત્યારે પણ મેં કયારેય સમજૂતિ કરી નથી મારા શાસનમાં કોઇ હિન્દુ મુસ્લિમ તોફાનો થયા નથી ઇતિહાસ તેની સાક્ષી છે. માયાવતીએ કહ્યું કે બસપાએ વિપરીત પરિસ્થિતિઓમાં જયારે પણ ભાજપથી મળી સરકાર બનાવી તો પણ કયારેય પોતાના સ્વાર્થમાં વિચારધારાની વિરૂધ્ધ ખોટું કાર્ય કર્યું નથી તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટી જયારે પણ સત્તામાં આવી તો ભાજપ મજબુત થઇ છે. તેમણે કહ્યું કે રાજયમાં ભાજપની વર્તમાન સરકાર સપાના કારણે જ બની છે.  માયાવતીએ કહ્યું કે યુપીમાં પોતાના એકલાના દમ પર કે ભાજપની સાથે મળી જયારે પણ અમે સરકાર બનાવી તો મુસ્લિમ સમાજને કોઇ નુકસાન થવા દીધુ નથી ભલે જ પોતાની સરકાર કુરબાન કરી દીધી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.