Western Times News

Latest News from Gujarat

બિહાર વિધાનસભા ચુંટણીમાં ઝડપથી મુદ્દા બદલાયા: કાશ્મીર- રામ મંદિરનો મુદ્દો છવાયો

નવીદિલ્હી, બિહાર વિધાનસભા ચુંટણીના બીજા તબક્કા માટે આવતીકાલે મતદાન થનાર છે પહેલા તબક્કાના મતદાન બાદ બિહાર ચુંટણીમાં જમ્મુ કાશ્મીથી કલમ ૩૭૦ને ખતમ કરવાની અને અયોધ્યામાં રામ મંદિર નિર્માણના મુદ્દાએ એન્ટ્રી મારી લીધી છે. જદયુની સાથે બિહારમાં એનડીએ ગઠબંધનની સરકાર ચલાવી રહેલ ભાજપ આ મુદ્દાને ખુબ આક્રમક રીતે જનતાની વચ્ચે લઇ જઇ રહી છે. ભાજપે જમ્મુ કાશ્મીરને બિહારથી જાેડવાની એક પધ્ધતિ શોધી લીધી છે.ચુંટણી રેલીઓમા સૈનિકોની વીરતાનો ઉલ્લેખ કરવામાં આવે છે આ સાથે જ કલમ ૩૭૦ની સમાપ્તિનો ઉલ્લેખ પણ કરવામાં આવે છે.

મોદીએ ગઇકાલે છપરામાં એક રેલી દરમિયાન કહ્યું કે પાકિસ્તાની મંત્રી ફવાદ ચૌધરીનો દાવો છે કે ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામાં હુમલાને પરિણામ આપવામાં આવ્યુ ંહતું.તેમણે કહ્યું કે આ રહસ્યોદ્ધાટનથી ભારતમાં તેલોકોના ચહેરાની હસી છીનવાઇ ગઇ જેમણે કયારેય બિહારના પુત્રોની પરવાહ કરી નથી બિહારના પુત્રો પર શંકા કરનારા બેનકાબ થઇ ગયા છે.

૨૩ ઓકટોબરે બિહારમાં પોતાની પહેલી ચુંટણી રેલમાં મોદીએ કલમ ૩૭૦ની બહાલીની માંગને બિહારના સૈનિકોનું અપમાનના રૂપમાં માન્યુ હતું જે પૂર્વી લદ્દાખની ગેલબાન ધાટીમાં લડયા હતાં. આ પહેલા આ મુદ્દાને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને અનેક નેતાઓ દ્વારા આપવામાં આવેલા ભાષણમાં ખુબ ચતુરાઇથી ઉઠાવવામાં આવ્યા હતાં તેમણે મતદારોને એ યાદ અપાવવા માટચે આ મુદ્દાને પસંદ કર્યા કે પાર્ટીએ પોતાના વચન પુરા કર્યા છે.ભાજપે રામ મંદિરના મુદ્દાથી બિહારમાં પોતાની સ્થિતિને મજબુત કરવાનો પ્રયાસ કર્યા છે આ સાથે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં લડનારા સૈનિકોની ભાવનાને ભડકાવી સમર્થન હાંસલ કરવા ઇચ્છે છે.

જાે કે વિરોધ પક્ષોનું કહેવુ છે કે રામ મંદિર અને જમ્મુ કાશ્મીરના સંદર્ભ ભાજપ દ્વારા હિન્દુ મતોની સાથે છેડછાડ કરવા અને સ્થાનિક મુદ્દાથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે કોંગ્રેસના પ્રવકતા પવન ખેરાએ કહ્યું કે તેનો ઉપયોગ રાજયમાં વાસ્તવિક મુદ્દાથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવ્યું છે.

જાે કે ભાજપે કહ્યું કે તેણે જે વચન આપ્યું છે તેનો ઉલ્લેખ કરવાનો તેનો અધિકાર છે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને બિહારના પ્રભારી ભુપેંદ્ર યાદવે કહ્યું કે ભાજપ રાષ્ટ્રવાદ વિકાસ વિચારધારા અને ભવિષ્ય માટે પોતાનો દ્‌ષ્ટિકોણના મુદ્દા પર ચુંટણી લડે છે. અમારી વિચારધારા પ્રત્યે અમારી પ્રતિબધ્ધતા અને ભવિષ્યના દ્‌ષ્ટિકોણની સાથે એક સમગ્ર રીતે પ્રચાર કરવામાં આવે છે.રાજકીય નિષ્ણાંતો કહે છે કે વડાપ્રધાન અને પાર્ટીનીા પાસે મુદ્દાને લાવવાનું કારણ છે ખાસ કરીને જમ્મુ કાશ્મીરના સંદર્ભની બાબતમાં તેમણે કહ્યું કે જે કાંઇ પણ દેશને પ્રભાવિત કરે છે તે બિહારમાં પણ કરી શકે છે એક નાની પણ ટકાવારી પણ ચુંટણીને સ્વિંગ કરી શકે છે.આ પહેલીવાર નથી કે પાર્ટીએ રાષ્ટ્‌ીય મુદ્દાની તખ્તી પર સ્થાનિક ચુંટણી લડવા માટે પસંદ કરવામાં આવ્યા છે.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers