Western Times News

Gujarati News

વ્હીસ્કી-મધથી કોરોના મટાડ્યો હોવાનો દાવો કરનારાનું મોત

લંડન: બ્રિટનના રહેનારા એક ૨૬ વર્ષના યુવકનું મોત થઈ ગયું છે, જેને લગભગ ૧૧ મહિના પહેલા કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું હતું. કેનોર રીડ નામનો આ યુવક ચીનના વુહાનની એક કોલેજમાં અંગ્રેજી ભાષા શીખવતો હતો. પાછલા વર્ષે નવેમ્બર મહિનામાં વુહાનમાં તે કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયો હતો. કોનોર રીડએ કોરોના થયો હોવાનો દાવો કર્યો હતો અને તેણે એન્ટીબાયોટિકનું સેવન નહોતું કર્યું અને માત્ર વ્હીસ્કી તથા મધ પીને સાજો થઈ ગયો હોવાનો દાવો કર્યો હતો. ‘ધ સન’ની રિપોર્ટ મુજબ, કથિત રીતે સ્વસ્થ થવા બાદ પણ કોનોર છેલ્લા કેટલાક મહિનાથી તકલીફમાં હતો.

એવું માનવામાં આવે છે કે કોનોર બ્રિટનનો પહેલો વ્યક્તિ હતો, જેને કોરોના વાયરસનું સંક્રમણ થયું હતું. શરૂઆતમાં તેનામાં તાવના લક્ષણો જોવા મળ્યા હતા. આ બાદ તેને કફ તથા બોલવામાં સમસ્યા થતા હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો. તે રિવકરી માટે પોતાના રૂમે ગયા હતો. જ્યાં પાછલા અઠવાડિયે બ્રિટનની બેંગોર યુનિવર્સિટીમાં આવેલા પોતાના રૂમમાં તે મૃત મળી આવ્યો. ઓસ્ટ્રેલિયામાં રહેતી કોનોરની માતાએ જણાવ્યું કે, કોરોના સંક્રમણ થયા બાદ પણ તે ક્યારેક સંપૂર્ણ રીતે સ્વસ્થ નહોતો થઈ શક્યો.

કોનારની માતાએ જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન કોનોરએ ૧૬ અઠવાડિયા વુહાનમાં, ૨ અઠવાડિયા ઓસ્ટ્રેલિયામાં અને ૩ અઠવાડિયા બ્રિટનમાં બંધ રહેવું પડ્યું હતું. તેની માતાએ જણાવ્યું કે, પ્રતિબંધોના કારણે તે દીકરાના અંતિમ સંસ્કારમાં ભાગ ન લઈ શકી. બીજી તરફ પાછલા મહિને યુનિવર્સિટી ખોલાયા બાદ અત્યાર સુધી બ્રિટનમાં ૯ વિદ્યાર્થીઓના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.

આ પહેલા કોનોરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું આ વાતનો પુરાવો છું કે તમે કોરોના વાયરસથી બચી શકો છો. કોનોરની માતાએ જણાવ્યું કે તેને ચાઈનીઝ ભાષા શીખવાનો શોખ હતો આ કારણે તે વુહાન ગયો હતો. પાછા આવીને બ્રિટનની યુનિવર્સિટીમાં તે ચાઈનીઝ ભાષાનો અભ્યાસ કરી રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.