Western Times News

Gujarati News

કુમકુમ મંદિર ત્રિદિવસીય સદ્‌ગુરુ સમર્પણ મહોત્સવ સંપન્ન થયો

કોરોના વાયરસ વિશ્વમાંથી નાબુદ થાય માટે સદ્‌ગુરુ સ્વામીજીએ ૧૦૦ મા વર્ષે પણ સ્વંય પારાયણનું વાંચન કર્યું.

મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના સ્વસ્થ દીઘાયુ માટે સૌ સંતો – સત્સંગીઓ એક વર્ષ સુધી વિશેષ નિયમો ધારણ કર્યા.

સદ્‌ગુરુ સ્વામીના દીઘાયુ માટે સૌના વતી શ્રી નિલકંઠવર્ણનો કેસરજળથી અભિષેક કરવામાં આવ્યો.

મહોત્સવ પ્રસંગે સદ્‌ગુરુ સ્વામીજીએ સૌને આશીર્વચન આપ્યા.

તા. ર નવેમ્બર ને સોમવારના રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુકતજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય અને શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર મહંત સદ્‌ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ
પ્રવેશ થયો હતો એ નિમિત્તે એક વર્ષ સુધી સદ્‌ગુરુ સમર્પણ મહોત્સવ ની ઉજવણી નો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ જે ત્રિદિવસીય મહોત્સવ યોજાયો તેની પૂર્ણાહુતિ કરવામાં
આવી હતી.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી જણાવ્યું હતું’ કે શ્રી સ્વામિનારાયણ ભગવાન સદ્ગુરુ સ્વામીને સ્વસ્થ દીઘયુ આપે તે માટે વિશેષ નિયમો ધારણ કર્યા હતા શ્રી નિલકંઠવણિ ઉપર કેસરજળની અભિષેક કરવામાં આવ્યો હતો.

શ્રી મુકતજીવન સ્વામીબાપા અને સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજીની જોડ હતી
કોરોના વાયરસ વિશ્વમાંથી નાબુદ થાય માટે સદ્ગુરુ સ્વામીજીએ જીવનપ્રાણ બાપાશ્રીની વાતોનું સ્વંય ૧૦૦ મા વર્ષે પણ પારાયણ વાંચન કર્યું હતું. સદ્‌ગુરુ સ્વામી જેવા સંત મળવા દુર્લભ છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાન અને અર્જુનની જોડ હતી,જેમ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને મૂળજી બ્રહ્મચારીની જોડ હતી,તેમ શ્રી મુકતજીવન સ્વામીબાપા અને સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજીની જોડ હતી. તેમણે તેમના ગુરુનો બેઠો રાજીપો પ્રાસ કર્યો છે.આપણે પણ સહુ કોઈ શ્રીજીબાપા સ્વામીબાપાને પ્રાથના કરીએ કે,સ્વામીજીને તેઓ સારું સ્વાસ્થ્ય આપે જેથી સૌને તેમના દર્શન સમાગમનો સુખ પ્રાપ્ત થતું રહે.

અરે દુઃખથી મુક્ત થવા માટે ગોળી લેવાની જરુર નથી. ભગવાનનું ધ્યાન કરવાની જરુર છે.
અંતમાં સદ્‌ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, જીવનમાં ઘણા દુઃખી હોય છે, દુઃખને ભૂલવા માટે રાત્રે ઉંઘની ગોળી લે છે, છંતાય તેમને ઉંઘ આવતી નથી. અરે દુઃખથી મુક્ત થવા માટે ગોળી લેવાની જરુર નથી. ભગવાનનું ધ્યાન કરવાની જરુર છે. આપણા ત્રડષિમુનિઓ અને સંતો ઘ્યાન કરીને જ શાશ્વત સુખને પામ્યા છે.તેથી આપણને ધ્યાન કરવાનું કહે છે.તેથી આપણે સુખી થવું હોય તો ભગવાનનું ઘ્યાન,ભજન,કીર્તન કરવું જોઈએ.

ધન,આયુષ્ય,રત્રી અને ભોજન આ ચારની અંદર અત્યાર સુધીમાં કોઈને તૃતતિ થઈ નથી,અને થવાની પણ નથી.તેથી સંસારના સુખમાં પૂર્ણવિરામ મૂકીને, શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં સુખ મનાશે અને તે પ્રાસ કરવા માટે આપણે પ્રયત્ન કરીશું ત્યારે શાશ્વત સુખની પ્રાપ્તિ થશે. – સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.