Western Times News

Gujarati News

ઇન્ડસઇન્ડ બેંક RBIનાં ‘એકાઉન્ટ એગ્રીગેટર ફ્રેમવર્ક’ પર લાઇવ થનારી દેશની પ્રથમ બેંક બની

મુંબઈ, ઇન્ડસઇન્ડ બેંકએ જાહેરાત કરી હતી કે, બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ની નવા ‘એકાઉન્ટ એગ્રીગેટર ફ્રેમવર્ક’ અંતર્ગત ‘ફાઇનાન્સિયલ ઇન્ફોર્મેશન પ્રોવાઇડર’ (એફઆઇપી) તરીકે લાઇવ થઈ છે, જેના પરિણામે એફઆઇપી બનનાર દેશની પ્રથમ બેંક બની ગઈ છે.

ભારતની ઓપન બેંકિંગની દુનિયામાં પ્રવેશ કરવા તરફ પગલું લઈને આરબીઆઈએ સૌપ્રથમ જૂન, 2016માં માસ્ટર ડિરેક્ટવ મારફતે એકાઉન્ટ એગ્રીગેટર (એએ) ફ્રેમવર્કની જાહેરાત કરી હતી. આ પહેલ આરબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલું પ્રથમ પગથિયું છે, જે વ્યક્તિઓ તેમજ લઘુ અને મધ્યમ કદના વ્યવસાયોને તેમને સાતત્યપૂર્ણ રીતે તેમની નાણાકીય જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદ કરશે એવી સેવાનો લાભ લેવા સક્ષમ બનાવશે.

આ સાથે ગ્રાહકો સિંગલ વિન્ડોમાં તેમના ખાતાનું સ્ટેટમેન્ટ જોવા, ડિપોઝિટ પર નજર રાખવા, રોકાણની યોજના બનાવવા (જેમ કે શેર, મ્યુચ્યુઅલ ફંડ, વીમો, ઇપીએફ, પીપીએફ), ક્રેડિટ કાર્ડનો લાભ લેવા વગેરે જેવા અનેક લાભ લઈ શકે છે, જેથી તેઓ તેમના નાણાં સંબંધમાં સુમાહિતગાર નિર્ણયો લેવા સક્ષમ બનશે.

‘એફઆઇપી’ તરીકે ઇન્ડસઇન્ડ બેંક ગ્રાહકોને ગ્રાહકો પાસેથી વિશિષ્ટ સંમતિને આધારે સુરક્ષિત અને સાતત્યપૂર્ણ રીતે એકાઉન્ટ એગ્રીગેટર ઇકોસિસ્ટમ પર ફાઇનાન્સિયલ ઇન્ફોર્મેશન યુઝર્સ (એફઆઇયુ) સાથે તેમની નાણાકીય જાણકારી વહેંચવાની ગ્રાહકોને સુવિધા આપશે. એકવાર એએ ફ્રેમવર્ક પર નાણાકીય સંસ્થાઓ લાઇવ થયા પછી એનાથી લોન મેળવવા અથવા અન્ય નાણાકીય ઉત્પાદનો અને સેવાઓની સુલભતા માટે ફિઝિકલ ડોક્યુમેન્ટ સબમિટ કરવા/કલેક્ટ કરવાની જરૂર નહીં રહે.

આ નવી પહેલ વિશે ઇન્ડસઇન્ડ બેંકના કન્ઝ્યુમર બેંકના હેડ શ્રી સૌમિત્ર સેને કહ્યું હતું કે, “અમે ઇન્ડસઇન્ડ બેંકમાં ગ્રાહકને સક્ષમ બનાવવા ટેકનોલોજીમાં ઇનોવેશન પર હંમેશા ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એકાઉન્ટ એગ્રીગેટર ફ્રેમવર્ક એ દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે,

જે ગ્રાહકને સક્ષમ બનાવશે તેમજ બેંકો અને અન્ય સહભાગી કંપનીઓ પાસેથી તેમની પસંદગીની પ્રોડક્ટ અને સેવાઓ પસંદ કરવાનો લાભ આપશે. અમને ડિજિસહમતી ફાઉન્ડેશન  સાથે આ રોમાંચક સફર શરૂ કરવાની ખુશી છે અને નોંધપાત્ર રીતે વિઝનમાં પ્રદાન આતુર છીએ. અમે દ્રઢપણે માનીએ છીએ કે, આ નવી ખાસિયત ગ્રાહકોને વિશિષ્ટ સુવિધા આપશે અને તેમને લાભદાયક બેંકિંગ અનુભવ પ્રદાન કરશે.”

એકાઉન્ટ એગ્રીગેટર ઇકોસિસ્ટમની કલેક્ટિવ સંસ્થા ડિજિટસહમતિ ફાઉન્ડેશનના સહ-સ્થાપક શ્રી બી જી મહેશે ઉમેર્યું હતું કે, “એમાં કોઈ નવાઈ નથી કે, ઇન્ડસઇન્ડ એકાઉન્ટ એગ્રીગેટર ફ્રેમવર્ક અપનાવવા માટેનો માર્ગ મોકળો કર્યો છે – અમે ભારતીય નાણાકીય સેવાઓના બજારમાં વહેલાસર એએ ફ્રેમવર્કની પરિવર્તનકારક ક્ષમતા જોઈ હતી અને એ ક્ષમતાઓને લાભ લઈને ઉદ્યોગમાં આગેવાની લીધી છે. આ સેગમેન્ટમાં સૌપ્રથમ ફ્રેમવર્ક અપનાવીને અમે બજારમાં વિવિધ અને નવીન ઉત્પાદનો પ્રદાન કરવાની તક ઊભી કરી છે.”

એકાઉન્ટ એગ્રીગેટર સિસ્ટમ ગ્રાહકોને નીચેના લાભ આપે છેઃ

1. હાલની ફિઝિકલ ડોક્યુમેન્ટ સબમિટ કરવાની જરૂરિયાત દૂર કરે છે, જેમાં સમય લાગે છે

2. વ્યક્તિઓ અને એસએમઈ ગ્રાહકોને તેમની નાણાકીય જાણકારી ડિજિટલ માધ્યમો પર સુરક્ષિત માળખામાં બેંકો, એનબીએફસી જેવી નિયમિત થતી નાણાકીય સંસ્થાઓ સાથે વહેંચવાની સુવિધા આપે છે

3. ગ્રાહકો માહિતી વહેંચતા અગાઉ સ્પષ્ટ સંમતિ પ્રદાન કરીને નાણાકીય જાણકારી પર વધારે સારું નિયંત્રણ ધરાવે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.