Western Times News

Gujarati News

શામળાજીના વેણપુર નજીક રાજસ્થાની યુવકની હત્યા કરી લાશ ફેંકી દેવાતા ચકચાર 

યુવક શિક્ષિકા પત્ની સાથે હિંમતનગર રહેતો હતો 

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા: અરવલ્લી જીલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળતા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતી સામે અનેક સવાલો પેદા થયા છે રાજસ્થાનના અને સાબરકાંઠાના હિંમતનગર ખાતે શિક્ષીકા પત્ની સાથે રહેતા યુવકની હત્યા કરાયેલ હાલતમાં લાશ શામળાજી વેણપુર ગામ નજીકથી મળી આવતા ભારે ચકચાર મચી હતી યુવકની હત્યાના પગલે પત્ની અને પરિવારજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા વેણપુર ગામ નજીકથી યુવકની લાશ મળી આવતા શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

રાજસ્થાન વીંછીવાડા તાલુકાના ચુંડાવાડા ગામનો યુવક લક્ષ્મણ મનજીભાઈ ગામેતી તેની પત્ની સંગીતાબેન ગામેતી સાબરકાંઠા જીલ્લામાં પ્રાથમિક શિક્ષિક તરીકે ફરજ બજાવતી હોવાથી હિંમતનગર શહેરની ઇંદ્રનગર-ગોકુલનગર સોસાયટીમાં રહે છે શનિવારે ઘરેથી કામકાજ અર્થે નીકળ્યા બાદ બપોરે લક્ષ્મણ ગામેતીની લાશ શામળાજી નજીક આવેલા વેણપુર ગામ પાસેથી મળી આવી હતી

લાશને જોતા યુવકને માર મારી હત્યા કરી નાખવામાં આવી હોવાનું જણાઈ આવતા પત્ની સહીત પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે આક્રંદ કરી મૂક્યું હતું યુવકને મારમારી મોતને ઘાટ ઉતારતા શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શામળાજી પોલીસે મૃતક યુવકની પત્ની સંગીતાબેન લક્ષ્મણભાઈ ગામેતીની ફરિયાદના આધારે અજાણ્યા ઈસમો સામે ઇપીકો કલમ-૩૦૨,૧૧૪ મુજબ ગુન્હો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.