Western Times News

Gujarati News

એચપી ઇન્ડિયાનું તેનું પ્રિન્ટ લર્ન સેન્ટર, વિદ્યાર્થીઓને ઘરેથી શિખવામાં મદદ કરશે

એચપી ઇન્ડિયા, જાહેર કરે છે, તેનું પ્રિન્ટ લર્ન સેન્ટર, જે સમગ્ર દેશના કરોડો વિદ્યાર્થીઓને ઘરેથી શિખવામાં સપોર્ટ કરશે. પ્રિન્ટ લર્ન સેન્ટરએ એક વૈજ્ઞાનિક રીતે ડિઝાઈન કરવામાં આવેલુ પ્રિન્ટ કરી શકાય તેવું શિખવાનું મોડ્યુઅલ છે, જે બાળકોના શિક્ષણના નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે,

જેનો હેતુ 3-12 વર્ષની વચ્ચેની ઉંમરના બાળકોને એક સાકલ્યવાદી ભણવાનો અનુભવ પૂરો પાડવાનો છે. તે એવું શિખવાનું કન્ટેન્ટ પૂરું પાડશે, જેને એક ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવેલી વેબસાઈટ http://www.printlearncenter.com/ પરથી ફ્રીમાં ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકાય છે.

એચપીએ આ કન્ટેન્ટ મોડ્યુલ્સને નિષ્ણાંત શિક્ષણવિદ ડો. સ્વાતિ પોપટ વત્સ, પ્રેસિડેન્ટ, અર્લી ચાઈલ્ડહૂડ એસોશિયેશનની સાથે ચર્ચા કરીને વિકસાવ્યું છે. તેને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે એચપીએ આ કન્ટેન્ટને 8 ભાષા- અંગ્રેજી, હિન્દી, મરાઠી, બેંગાલી, તમિલ, તેલુગુ, કન્નડ અને ગુજરાતીમાં પૂરું પાડ્યું છે.

ક્રિએટીવીટીને પ્રેરિત કરવા માટે ડિઝાઈન કરવા આવેલા આ કન્ટેન્ટમાં મસ્તીભરી પ્રવૃતિ છે, જે દરેક ઉંમરના જૂથ માટે તૈયાર કરવામાં આવ્યું છે અને તેને ઘરે બેસીને સરળતાથી ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકાય છે. તેમના ભણવાને રસપ્રદ બનાવવા માટે, કન્ટેન્ટને અલગ- અલગ ફોરમેટ જેવા કે, વર્કશીટ, કલરીંગ પેજ, પઝલ્સ અને અન્ય શિખવાની પિનટેબલ્સમાં તૈયાર કરવામાં આવ્યું છે.

ચાલી રહેલી વૈશ્વિક પરિસ્થિતિએ મોટેપાયે શિખવાની પ્રવૃતિને અસર કરી છે, ખાસ તો, નાના બાળકોના અભ્યાસને. માળખા અને સ્ત્રોતની અછતને કારણે જે લોકોની શાળા સંપૂર્ણ રીતે ઇ-લર્નિંગમાં સંક્રમિત ન થઈ હોય, તેવા વિદ્યાર્થીઓને તેની ખૂબ જ વધારે અસર થઈ છે.

આનું મહત્વ ભારત જેવા પ્રાંતમાં પણ ગ્રહણ થાય છે, જ્યાં માતા-પિતા પ્રાયોગિક શિક્ષણના લાભનું મૂલ્ય સમજ છે. એચપીના નવા એશિયા લર્નિંગ અનુભવ અભ્યાસ અનુસાર, 60 ટકાથી વધુ માતા-પિતાને એવું લાગે છે કે, ડિઝીટલ શિખવાના સાધનોથી વિદ્યાર્થીઓની રૂકાવટને વેગ મળશે અને પ્રાયોગિક શિક્ષણ દ્વારા તેમના બાળકોના વાંચવાની ક્ષમતાને વિકસાવી શકાય છે.

પ્રિન્ટ લર્ન સેન્ટર મોડ્યુઅલ્સ 30 દિવસના શિખવાના સમયપત્રકના માળખા દ્વારા શિખવામાં નવીનતા લાવવામાં આવે છે, જેનાથી બાળકોને તેમને જે શાળામાંથી શિક્ષણ મળે છે, તેમાં થોડો ઉમેરો થશો. તેમના ઘરેથી શિખવાના કાર્યક્રમમાં આ મોડ્યુઅલ્સ દ્વારા વિકાસમાં પ્રોત્સાહન મળે છે અને તેમાં પણ શારીરિક સ્વાસ્થ્ય અને મોટર વિકાસ, ભાષા અને જ્ઞાનની આવડત, એસટીઇએમ આવડત, મુશ્કેલ વિચાર, સામાજિક અને ભાવનાત્મક વિકાસ, સંવેદનાત્મક અને સમજશક્તિપૂર્ણ વિકાસ, ક્રિએટીવ અને સૌંદર્યલક્ષી વિકાસ સહિતના બીજા ઘણા પાસાનો વિકાસ થાય છે.

“સમગ્ર દેશના કરોડો વિદ્યાર્થીઓને સામાજિક દૂરીના પ્રતિબંધોને લીધે ઘરેથી શિખવા માટે દબાણ થઈ રહ્યું છે. ત્યારે પરંપરાગત શિખવાના વાતાવરણની ગેરહાજરીને લીધે માતા-પિતા તેમના બાળકોના શિખવાના અને વિકાસના સલામત રસ્તા શોધવા માટે મહેનત કરી રહ્યા છે.” એમ પ્રશાંત જૈન, ચીફ માર્કેટિંગ ઓફિસર, એચપી ઇન્ડિયા જણાવે છે.

“પ્રિન્ટ લર્ન સેન્ટરએ એચપીનો પ્રયત્ન છે, જે માતા-પિતા અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક નિષ્ણાંતો દ્વારા રચવામાં આવેલી આકર્ષક અને સમાવિષ્ટ સામગ્રી છે. આ કન્ટેન્ટ દર 30 દિવસે રિફ્રેશ થશે, જેનાથી વિદ્યાર્થીઓને નવું, વધુ ઉત્સાહિત મોડ્યુઅલ્સની ખાતરી મળશે, જેના માટે તે ઉત્સાહિત હશે.” એમ તે વધુમાં ઉમેરે છે.

30 દિવસના શેડ્યુલ્સના અંતે, માતા-પિતા તેમની આવડત જેવી કે, વ્યક્ત, ક્રિએટિવિટી, આંકડા, સામાન્ય જાગૃતતા, સામાજિક આવડત, ક્રિટીકલ વિચાર, સ્વયં જાગૃતતા, જાત સંચાલન, કલર, ડ્રોઇંગ, લેખન તથા અન્ય ઘણામાં સુધારો જોવા મળશે.

નોંધાયેલા સબસ્ક્રાઈબર માટે અનલિમિટેડ ડાઉનલોડના સાથે, પ્રિન્ટ લર્ન સેન્ટર પરનું આ દરેક મટિરિયલ મુફ્તમાં પ્રાપ્ય છે. વેબસાઈટ ઉપરાંત, સબસ્ક્રાઈબર મટીરીયલને જુદા જુદા માધ્યમો જેવા કે ઈમેઈલ કે વોટ્સએપ પર પણ એક્સેસ કરી શકે છે. વપરાશકર્તા કન્ટેન્ટને ડાઉનલોડ પણ કરી શકે છે અને તેમાં પેટીએમ મીની એપ દ્વારા સબસ્ક્રાઈબ પણ કરી શકે છે.

–     Visiting the Website – www.printlearncenter.com –     WhatsApp – +918800330330 –     Email – [email protected]


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.