Western Times News

Gujarati News

ઓનલાઈન ક્લાસ પૂરો થયા બાદ તરત પાંચમા ધોરણના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

ગ્વાલિયર: એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. પાંચમા ધોરણમાં  ભણતા 11 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. ઘરના બાથરૂમમાં વિદ્યાર્થી ટાઈથી બનેલા ફંદામાં લટકેલી હાલતમાં મળ્યો. આ ઘટના થાટીપુર વિસ્તારના દર્પણ કોલોનીની છે. કહેવાય છે કે આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થીએ ઓનલાઈન ક્લાસ અટેન્ડ કર્યા હતા. જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને હાલ મામલાની તપાસ કરી રહી છે.

પિતા અલ્કેશ સક્સેનાએ જણાવ્યું કે મૃતક વિદ્યાર્થી સાર્થક ભણવામાં ખુબ હોશિયાર હતો. વાત યોગની હોય કે ઈલેક્ટ્રોનિક સામાનથી કઈંક નવું તૈયાર કરવાની, તે હંમેશા એક્સપરિમેન્ટ કર્યા કરતો હતો. સાર્થક બે ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરતો હતો.

પહેલો ક્લાસ બપોરે 1:30 થી 2:00 વાગ્યાનો રહેતો હતો જ્યારે બીજો ક્લાસ બપોરે 3:00 થી 3:30 વાગ્યા સુધી ચાલતો હતો. ઓનલાઈન સ્કૂલ ક્લાસ અટેન્ડ કર્યા બાદ પણ સાર્થક ઓનલાઈન વીડિયોથી અભ્યાસ કરતો હતો. ઓનલાઈન ક્લાસ બાદ એવું તે શું થયું કે વિદ્યાર્થીએ આત્મહત્યા જેવું પગલું ભરવું પડ્યું. આ સવાલે બધાને વિચારવા પર મજબૂર કરી દીધા છે.

ઓનલાઈન ક્લાસછથી નાના બાળકો પર પડતા દુષ્પ્રભાવને લઈને મધ્ય પ્રદેશ જબલપુર હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ થઈ છે. અરજીકર્તાનું કહેવું છે કે સરકારના ઓનલાઈન આદેશને તરત સ્થગિત કરવો જોઈએ કારણ કે આ મામલો માસૂમ બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય સાથે જોડાયેલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.