Western Times News

Gujarati News

ઓપરેશન અર્નબ પાર પાડવા ૪૦ સભ્યોની ટીમ બનાવાઈ

મુંબઈ: મહારાષ્ટ્રમાં રાજ્ય ગૃહ વિભાગના વડા તથા એનસીપીના નેતા અનિલ દેશમુખે વર્ષ ૨૦૧૮માં આપઘાતના દુષ્પ્રેરણા કેસમાં અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવા માટે કોંકણ રેન્જ ઈન્સ્પેક્ટર જનરલ સંજય મોહિતેની આગેવાનીમાં ૪૦ સભ્યોની ટીમ બનાવી હતી. વર્ષ ૨૦૧૮માં આર્કિટેક્ટ અન્વય નાયક અને તેમના માતા કુમુદના આપઘાત કેસને ફરીથી રીઓપન કરવા માટે રાયગઢ પોલીસે પરમીશન માગી હતી, આ પરમીશન માગવાના થોડા દિવસો પહેલાથી જ પોલીસે ઓપરેશન અર્નબની શરૂઆત કરી દીધી હતી.

ઓપરેશનને પાર પાડવા માટે મુંબઈ અને રાયગઢ પોલીસના ૪૦ સભ્યોની ટીમ બનાવાઈ હતી. સંજય મોહિતેએ અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવાનો પ્લાન તથા તેનો અમલ કરવાની જવાબદારી લીધી હતી અને તેને હાઈ-પ્રોફાઈલ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ સચિન વાઝે સાથે પાર પાડવામાં આવ્યો.

સિનિયર કેબિનેટ સભ્યએ જણાવ્યું કે, પાવરફુલ અર્નબની સામે મોહિતેના નેતૃત્વની ટીમ માટે આ પડકારજનક કાર્ય હતું. અમે ખૂબ જ કાળજીપૂર્વક વર્તન કર્યું, ઉશ્કેરણી છતાં ટીમના દરેક સભ્યએ સંયમ રાખ્યો. કેબિનેટ સભ્યએ કહ્યું કે, પ્રાથમિક તપાસ બાદ આ કન્ફર્મ હતું કે અર્નબની આપઘાતના દુષ્પ્રેરણા કેસમાં સંડોવણી છે. તેઓ કહે છે,

અર્નબ જ્યાં રહે છે ત્યાં અમારા લોકોએ પહેલાથી રેકી કરી હતી. આ સિક્રેટ ઓપરેશન હતું. અમને ડર હતો કે જો આ માહિતી લીક થઈ જશે તો ધરપકડથી બચવા અર્નબ શહેર છોડીને ભાગી જશે. ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી. તે ઘરે હોય તેની ખાતરી કરવા માટે પોલીસે સવારનો સમય પસંદ કર્યો હતો. સીનિયર અધિકારી કહે છે, આ પ્લાન કરેલું ઓપરેશન હતું, જેમાં નાનામાં નાની વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

દરવાજો કોણ ખખડાવશે, અર્નબ અને તેના પરિવાર સાથે વાત કોણ કરશે અને જો તે વિરોધ કરે તો શું એક્શન લેવી તે બધું પહેલાથી નક્કી હતું. જોકે આખરે વાઝેએ તેને સમજાવ્યો અને તપાસમાં જોડાવાથી ઈનકાર કરવા પર કાયદાકીય બાબતો જણાવી પોઝિશન. આ બાદ બધું સરળ રીતે ચાલ્યું. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું, ફડણવીસ સરકાર હેઠળ આ કેસને બંધ કરવા માટે તમામ પ્રયાસો કરાયા હતા. તેઓ કહે છે, જ્યારે મેં વિધવા મહિલા તથા તેમના દીકરીને સાંભળ્યા તો હું ચોંકી ઉઠ્‌યો. મહારાષ્ટ્રમાં આ બન્યું છે તેનો મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. અમે આ કેસને તેના યોગ્ય પરિણામ સુધી પહોંચાડશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.