Western Times News

Gujarati News

‘મમ્મી પપ્પા મને માફ કરજો, હું ભણ્યા વગર જીવી નથી શકતી’, IAS બનવા માંગતી વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા લીધી

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં પ્રીમિયમ કોલેજમાં શુમાર લેડી શ્રીરામ કોલેજની એક વિદ્યાર્થિની એશ્વર્યાએ આત્મહત્યા કરી લીધી છે. એશ્વર્યા એક ગરીબ પરિવારમાંથી આવનારી વિદ્યાર્થીની છે. એશ્વર્યા તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં રહેનારી વિદ્યાર્થિની હતી. તેણે 2 નવેમ્બરે પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી લીધી હતી. તેની પાસેથી સૂસાઈડ નોટ મળી હતી. એશ્વર્યાએ પિતા શ્રીનિવાસ રેડ્ડી ઓટો મિકેનિક છે. જ્યારે તેની માતા કપડા સિવીને કામ ચલાવે છે.

એશ્વર્યા IAS બનવા માંગતી હતી. પરંતુ લોકડાઉનએ તેના સપનાઓ ઉપર પ્રહાર કર્યો હતો. તેમના ઘરની આર્થિક સ્થિતિ બગડવા લાગી હતી. ભણવા માટે તેની પત્ની દિલ્હી પરત જવા ઉપર પ્રશ્નાર્થ લાગી ગયો હતો.

આ પરિવારની સ્થિતિ લોકડાઉનના કારણે એટલી બધી બગડી ગઈ કે એશ્વર્યાની નાની બહેને 7માં ધોરણનો અભ્યાસ છોડી દીધો. ભણવામાં ખૂબ જ હોશિયાર રહેલી એશ્વર્યા પોતાની સ્કૂલમાં ટોપ કર્યું હતું. તે પોતાના શહેરાં બીજા સ્થાન ઉપર આવી હતી. મેરિટના દમ ઉપર દેશની ટોપ કોલેજમાં દાખલો મળ્યો હતો.

એશ્વર્યાએ પોતાના સૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, ‘મારા મોત માટે કોઈ જવાબદાર નથી. હું મારા પરિવાર ઉપર બોજો બનવા માંગતી નથી. હું ભણ્યા વગર જીતવી નહીં રહી શકું. હું આ વિશે વિચારી રહી છું. મને લાગે છે કે મોત જ એક માત્ર રસ્તો બાકી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.