વારાણસી: ૭૦૦ કરોડથી વધુની યોજનાઓનું મોદી દ્વારા લોકાર્પણ
બાબા વિશ્વનાથની કૃપાથી કાશી માત્ર ઉત્તર પ્રદેશ નહીં પંરતુ આખા પૂર્વાંચલ માટે સ્વાસ્થ્ય સુવિધાઓનું હબ બની રહ્યું હોવાનો વડાપ્રધાનનો દાવો
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ પોતાના સંસંદીય મત વિસ્તાર વારાણસીને દિવાળીની ગિફ્ટ આપી. પીએમ મોદીએ અંદાજે ૭૦૦ કરોડથી વધુની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કાશીમાં જે પણ થઇ રહ્યું છે તે બાબા વિશ્વનાથની કૃપાથી થઇ રહ્યું છે. પીએમ મોદી બોલ્યા કે હવે કાશી સ્વાસ્થય સુવિધાઓનું હબ બની રહ્યું છે.
પ્રધાનમંત્રીએ અહીં એક વખત ફરીથી લોકોને લોકલ સામાનનો ઉપયોગ કરવાની અપીલ કરી, સાથો સાથ પીએમ એ કહ્યું કે માત્ર દીવો પ્રગટાવો જ લોકલ નથી પરંતુ દેશમાં જે પણ વસ્તુ બને છે તેનો ઉપયોગ કરો. પીએમ મોદીએ કહ્યું કે કાશી એ જે માંગ્યું તેને મન ભરીને મળ્યું છે. પરંતુ મેં મારા માટે કયારેય કંઇ માંગ્યું નથી. હું અપીલ કરું છું કે તમે લોકલનો જ ઉપયોગ કરો.
પીએમ મોદીએ કહ્યું કે કોરોના કાળમાં પણ કાશી થોભ્યું નથી. સતત કામ ચાલુ રહ્યું. પીએમ મોદીએ કહ્યું કે યુપીમાં કોરોનાકાળમાં વિકાસ કામ થોભ્યા નથી, તેના માટે યોગીજીની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. વારાણસીમાં શહેર-દેહાતની વિકાસ યોજનાઓમાં સંસ્કૃતિ-આધુનિકતાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે કાશીમાં હવે ઘાટોની તસવીર બદલાઇ રહી છે, જે યોજનાઓની શરૂઆત થઇ રહી છે તેનાથી સ્થાનિક રોજગાર વધશે.
પીએમ મોદીએ કહ્યું કે કાશીની મોટી સમસ્યા લટકતા વીજળીના તારોની રહી છે, પરંતુ આજે કાશીનો મોટો ક્ષેત્ર તેનાથી મુકત થઇ ગયો છે. પીએમ મોદીએ કહ્યું કે પહેલાં વારાણસીમાં ૧૨ ફ્લાઇટ દોડતી હતી પરંતુ હવે ચાર ગણી ફલાઇટ દોડે છે. પોતાના સંબોધનમાં પીએમ મોદી બોલ્યા કે કાશીના ઇન્ફ્રાસ્ટ્રકચરથી અહીં રહેનાર અને બહારથી આવનાર લોકોને ફાયદો થઇ રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે કાશી માત્ર યુપી જ નહીં પંરતુ આખા પૂર્વાંચલ માટે સ્વાસ્થય સુવિધાઓનું હબ બની રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે હવે પૂર્વાંચલના લોકોને વારંવાર દિલ્હી આવવું પડતું નથી, વારાણસીમાં કેટલીય સુવિધાઓ શરૂ કરી દેવાઇ છે. પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતો માટે લાવવામાં આવેલા બિલથી નાના ખેડૂતોને લાભ મળી રહ્યો છે અને વચેટિયા સંપૂર્ણપણે બહાર થઇ ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં વારાણસીના લોકો સાથે વાત કરી. પીએમ મોદીએ બાસ્કેટબોલ પ્લેયર પ્રશાંતિ સાથે ચર્ચા કરી. વારાણસી સ્ટેડિયમમાં ચેન્જિંગ રૂમ બનાવાને લઇ પ્રશાંતિ એ પીએમ મોદીનો આભાર માન્યો. આ સિવાય પીએમ મોદીએ એક વેપારી સાથે વાત કરતાં અપીલ કરી અને કહ્યું કે મજૂરો માટે ફેકટરીમાં સારી વ્યવસ્થા કરવી જોઇએ.SSS