Western Times News

Gujarati News

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે પોર્ટ પર આરએફઆઇડી કન્ટેઇનર ટ્રેકિંગ સર્વિસ શરૂ કરી

·         ઇન્ટિગ્રેટેડ કન્ટેઇનર ટ્રેકિંગ સિસ્ટમ એક ટેકનોલોજી છે, જેને લોજિસ્ટિક્સ ડેટા બેંક (એલડીબી) પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનઆઇસીડીસી) દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે

·         એનઆઇસીડીસી લોજિસ્ટિક્સ ડેટા સર્વિસીસ (એનએલડીએસ)એ સંપૂર્ણ સપ્લાય ચેઇનમાં કન્ટેઇનરની અવરજવરની લગભગ રિયલ ટાઇમ વિઝિબિલિટી શરૂ કરવા જરૂરી માળખાગત સુવિધાનું નિર્માણ પૂર્ણ કર્યું

પિપાવાવ, ભારતઃ આજે એક કાર્યક્રમમાં એપીએમ ટર્મિનલ્સ પિપાવાવમાં ઇન્ટિગ્રેટેડ કન્ટેઇનર ટ્રેકિંગ (આઇસીટી) સિસ્ટમ શરૂ થઈ હતી. એનઆઇસીડીસી લોજિસ્ટિક્સ ડેટા સર્વિસીસ (એનએલડીએસ)એ એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે સંપૂર્ણ સપ્લાય ચેઇનમાં કન્ટેઇનરની અવજવરની લગભગ રિયલ ટાઇમ વિઝિબિલિટી શરૂ કરવા આવશ્યક માળખાગત સુવિધા પૂર્ણ કરી છે.

આ સુવિધા લોજિસ્ટિક્સ ડેટા બેંક (એલડીબી) અંતર્ગત એનઆઇસીડીસી લોજિસ્ટિક્સ ડેટા સર્વિસીસ (એનએલડીએસ)દ્વારા વિકસાવવામાં આવી છે, જેનાથી પોર્ટથી કન્ટેઇનર ફ્રેઇટ સ્ટેશન (સીએફએસ), ઇનલેન્ડ કન્ટેઇનર ડિપો (આઇસીડી) અને એન્ડ યુઝર્સ સુધી કન્ટેઇનરને ટ્રેક કરવામાં મદદ મળશે. એનાથી કન્ટેઇનરની અવરજવરની વિઝિબિલિટી અને કાર્યદક્ષતામાં વધારો કરવામાં મદદ મળશે, જેથી આયાત-નિકાસના વેપારની સ્પર્ધાત્મકતામાં સુધારો થશે.

એલડીબી વિવિધ પોર્ટ પર કન્ટેઇનરની અવરજવર પર નજર રાખવાના મહત્ત્વપૂર્ણ મુદ્દાનું સમાધાન કરવા માટે વિકસાવવામાં આવી છે અને વેપારને ઉપયોગી જાણકારી પ્રદાન કરે છે. આ સિંગલ વિન્ડોની અંદર વિગતવાર રિયલ ટાઇમ માહિતી પ્રદાન કરવા સપ્લાય ચેઇનમાં વિવિધ સંસ્થાઓ સાથે ઉપલબ્ધ માહિતીને સંકલિત કરશે. આ વિસ્તરણ સાથે ભારતના કન્ટેઇનર વોલ્યુમમાં 100 ટકા વધારાને એલડીબી પ્રોજેક્ટ અંતર્ગત આવરી લેવામાં આવશે. અત્યારે આખા ભારતમાંથી આશરે 28 મિલિયન એક્ઝિમ કન્ટેઇનરને સેવાઓ મળી રહી છે.

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી યાકબ ફ્રિસ સોરેન્સેને કહ્યું હતું કે, “અમને અમારા પોર્ટ પર ઇન્ટિગ્રેટેડ કન્ટેઇનર ટ્રેકિંગ સિસ્ટમની શરૂઆતની જાહેરાત કરવાની ખુશી છે. આ એનઆઇસીડીસીના રાષ્ટ્રવ્યાપી પ્રોજેક્ટનો ભાગ બન્યો છે એના પર ગર્વ છે, જે સંપૂર્ણ લોજિસ્ટિક વેલ્યુ ચેઇનમાં કન્ટેઇનરની અવરજવરને મુખ્ય પ્રવાહમાં લાવશે તથા આ ક્ષેત્રનો વિકાસ સુનિશ્ચિત કરવા વ્યૂહરચનાઓ વિકસાવવા બિનકાર્યદક્ષતા અને અવરોધો દૂર કરશે.”

શ્રી સોરેન્સેને ઉમેર્યું હતું કે,“સંપૂર્ણ સપ્લાય ચેઇનમાં કન્ટેઇનર્સની વિઝિબિલિટી વેપારને વિવિધ લાભ પ્રદાન કરશે, જેમાં પારદર્શકતા, સંકલન, ઓછામાં ઓછું પેપરવર્ક સામેલ છે તથા આગમન, અનલોડિંગ અને અંતિમ ડિલિવરી માટે આયોજનમાં સુધારો કરશે.”

એનઆઇસીડીસી અને એનઇસી કોર્પોરેશન, જાપાન દ્વારા અલગ સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ (એસપીવી) “એનઆઇસીડીસી લોજિસ્ટિક્સ ડેટા સર્વિસીસ લિમિટેડ” (એનએલડીએસએલ) રચવામાં આવ્યું છે, જે સંપૂર્ણ લોજિસ્ટિક્સ વેલ્યુ ચેઇનમાં એલડીબીનો અમલ કરશે. અત્યારે એલડીબી આખા ભારતમાં 17 બંદર, 26 પોર્ટ ટર્મિનલ, 142 સીએફએસ-આઇસીડી અને 58 ટોલ પ્લાઝા, 21 ખાલી યાર્ડ, 43 પોર્ટ ગેટ અને 4 આઇસીપી ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.