Western Times News

Gujarati News

ખાડીયા તોડ પ્રકરણઃ એક યુવતીએ અન્ય ત્રણ સાથે મહિના અગાઉ જ એક લાખનો તોડ કર્યાે હતો

(પ્રતિનિધિ) અમદાવાદ,  શહેરનાં ખાડીયા વિસ્તારમાં નકલી પોલીસ બનીને મહિલા પાસે તોડ કરવાનાં પ્રકરણમાં પોલીસે વધુ એક ગુનો દાખલ કર્યાે છે. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ચારમાંથી એક યુવતીએ અગાઉ પણ આવી જ ટોળકી બનાવી મહિલા પાસેથી એક લાખ રૂપિયા પડાવ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, નકલી પોલીસ બની તોડ કરવાની આરોપી યુવતીઓને ડજપી પોલીસે પૂછપરછ કરતાં એક સમયે વિધવા મહિલા માટે જ કામ કરતી પ્રીતીએ અગાઉ મીના સાહીલભાઈ નામની મહિલા તથા બે પુરૂષો સાથે મળી ગત મહિને પણ સમાધાન માટે રૂપિયા ત્રણ લાખ માંગ્યા હતા. જાે કે રકઝકનાં અંતે રૂપિયા એક લાખ લઈ ચારેયની ટોળકી ફરાર થઈ ગઈ હતી. આ માહિતીને પગલે પોલીસે હવે વધુ એક ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

આ અંગે કાડીયા પીઆઈ પીડી સોલંકીએ જામીન પર મુક્ત કરવામાં આવી છે. જાેકે વધુ તપાસ ચાલુ છે. બીજી તરફ પ્રીતીએ અગાઉ પણ એક લાખનો તોડ કર્યાનું સામે આવતાં તેની અટક કરી અગાઉનાં આરોપીઓને પણ ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત આ તમામ આરોપીઓ અગાઉ આવાં કોઈ ગુનામાં સંડોવાયેલાં છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફરીયાદી વિધવા મહિલા પતિનું મૃત્યુ થયા બાદ બંને દિકરાએ દિક્ષા લઈ લેતાં તેનાં માથે પુત્રી તથા માનસિક રીતે અસ્થિર નણંદનું પણ ગુજરાન ચલાવવાનો ભાર આવી ગયો હતો. જેથી આર્થિક સંકડામણથી ત્રસ્ત થઈ તેણે દેહ વ્યાપારનો રસ્તો અપનાવ્યો હતો. જાે કે એક સમયે તેની સાથે કામ કરતી પ્રિતિ જાદવ જ મોં પર દુપટ્ટો બાંધી બે વખત તેની પાસે તાડે કરવા પહોંચી ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.