Western Times News

Gujarati News

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી દ્વારા મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી દ્વારા મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું.અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જશુભાઈ પટેલ એ આ સેવાકાયૅમાં સહયોગ આપી શુભેચ્છા પાઠવી હતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – અરવલ્લી” દ્વારા દર વર્ષે  દીપાવલી નિમિત્તે જરૂરિયાત મંદ બાળકોના મુખ પર સ્મિત લાવવાના હેતુથી શિક્ષક સમાજમાંથી આર્થિક સહયોગ મેળવીને મીઠાઈ અને નમકીનનું વિતરણ કાયૅકર્તાઓ  અને અધિકારીઓ સાથે રહીને કરવામાં આવે છે.

આપણા હૃદયમાં સંતોષનો ભાવ પેદા કરનાર  “મીઠાઈ વિતરણ” ના આ સેવાકાર્યનું આયોજન સમરસતા, સમપૅણ અને સેવાના ભાવ સાથે રાષ્ટ્રીય વિચારધારાને વરેલા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંગઠન દ્વારા કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીશ્રી સ્મિતાબેન પટેલ સાહેબ, નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીશ્રી સમીરભાઈ પટેલ સાહેબ, મોડાસા તાલુકાના બીઆરસી

કો. ઓર્ડીનેટરશ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબ તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડો. દિલીપસિંહ બિહોલા સાહેબની ઉપસ્થિતિમાં મોડાસાના સર્વોદયનગર વિસ્તાર તેમજ મેઘરજ ખાતે મેઘરજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એન.એમ. ડામોર સાહેબ, બીઆરસી કો ઓર્ડીનેટરશ્રી દિલીપભાઈ પટેલ સાહેબ, સીઆરસી મિત્રો તથા માલપુર ખાતે બીઆરસી કો ઓર્ડીનેટરશ્રી મનહરસિંહ પરમાર , સીઆરસી મિત્રો સાથે એમ કુલ ત્રણ સ્થાને 150 બોક્સ મીઠાઈ અને નમકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અધિકારીઓએ પણ સેવાયજ્ઞમાં પ્રેરક આર્થિક સહયોગ આપ્યો હતો.

આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી જિલ્લાના અધ્યક્ષ મિનેષભાઈ , મહામંત્રી પ્રજ્ઞેશભાઈ , ઉપાધ્યક્ષ ભાવેશભાઈ , મોડાસા તાલુકાના અધ્યક્ષ રિતેશભાઈ , મેઘરજ તાલુકાના અધ્યક્ષ વિનોદભાઈ , મહામંત્રી પરેશભાઈ , માલપુર તાલુકાના અધ્યક્ષ તખતસિંહ , મહામંત્રી દેવીદાસભાઈ , મહિલા અધ્યક્ષ આરાધનાબેન, મહિલા મંત્રી ઈલાબેન, કુલદીપભાઈ શર્મા, દિનેશભાઈ બારિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આર્થિક સહયોગ આપનાર સૌનો જિલ્લા અધ્યક્ષ મિનેષભાઈ પટેલ એ આભાર વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.