Western Times News

Gujarati News

કોરોનાના ખતમ કરવા ભારત ૧.૫ અબજ ડોઝ ખરીદશે

Files Photo

નવી દિલ્હી: કોરોના મહામારીનો સામનો કરી રહેલા દુનિયાભરના લોકો વેક્સીનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન અલગ-અલગ દેશોમાં અનેક વેક્સીનના ટ્રાયલ ચાલી રહ્યા છે. તેમાંથી કેટલીક વેક્સીન પરીક્ષણના અંતિમ ચરણ પર છે. એવામાં ભારત સહિત અન્ય દેશોએ વેક્સીનના ટ્રાયલ કરી રહેલી કંપનીઓની સાથે એડવાન્સમાં ખરીદીની ડીલ પાકી કરી લીધી છે. વોલ સ્ટ્રીટ જર્નલ મુજબ, સૌથી વધુ વેક્સીન ખરીદીની ડીલ પાકી કરનારા દેશોમાં ભારત ત્રીજા નંબર પર છે તો અમેરિકા પહેલા નંબરે અને યૂરોપિયન યૂનિયન બીજા નંબર પર છે.

આ રિપોર્ટ ડ્યૂક યુનિવર્સિટીના એક શોધ પર આધારિત છે. સ્વાસ્થ્ય સંબંધિત નવા અનુસંધાનોથી બનેલી ટેકનીક અને દવાઓના નિમ્ન આવકવાળા દેશો સુધી પહોંચાડવામાં આવનારા વ્યાવધાનો પર કરવામાં આવેલા આ શોધમાં કોરોના વેક્સીનની ખરીદી કરનારા દેશોની એક યાદી તૈયાર કરવામાં આવી. તે મુજબ એડવાન્સમાં વેક્સીન ખરીદીની ડીલ પાક કરનારા દેશોની યાદીમાં યૂનાઇટેડ સ્ટેટ્‌સ અને યૂરોપિયન યૂનિયન બાદ ભારત ત્રીજા નંબર પર છે. ભારતે જ્યાં ૧.૫ અબજ વેક્સીનના ડોઝ વેક્સીન બનાવનારી કંપનીઓ સાથે ડીલ કરી લીધી છે.

તો બીજી તરફ યૂરોપિયન યૂનિયને ૧.૨ અબજ વેક્સીન અને અમેરિકાએ ૧ અબજની ડીલ પાકી કરી લીધો છે. આ ઉપરાંત અમેરિકા અને યૂરોપિયન યૂનિયને અલગ-અલગ વેક્સીન ડોઝની સંભવિત ખરીદી ડીલ પણ કરી છે. અમેરિકાએ દોઢ અબજ વેક્સીન ડોઝ તો યૂરોપિયન યૂનિયને લગભગ ૭ કરોડ ડોઝની સંભવિત ખરીદી ડીલ કરી છે.

તેનાથી અનુમાન લગાવી શકાય છે કે  પોતાની તમામ વસ્તીને એકથી વધુ વાર વેક્સીન પૂરી પાડવાની યોજના બનાવી રહ્યું છે. બીજી તરફ ભારત પ્રાથમિકતાના આધારે પોતાની વસ્તીને વેક્સીન પૂરી પાડશે. ડ્યૂક યુનિવર્સિટીમાં થયેલા લૉન્ચ એન્ડ સ્પીડોમીટર નામના આ રિસર્ચ મુજબ કોવિડ-૧૯ વેક્સીનના ૮ અબજથી વધુ ડોઝ એડવાન્સ માર્કેટ કમિટમેન્ટ્‌સ હેઠળ રિઝર્વ કરવામાં આવી ચૂક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.