Western Times News

Gujarati News

રાજ્યમાં બે દિવસ ઠંડીનો ચમકારો રહેવાની આગાહી

Files Photo

ગાંધીનગર: રાજ્યમાં ઉતરપૂર્વના પવનનો ફૂંકાય રહ્યા છે અને શિયાળાની શરૂઆત પણ થઈ ગઈ છે. વહેલી સવારે અને સાંજથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન ૨થી ૩ ડીગ્રી ઘટશે. આ સાથે ૨૨ ડિસેમ્બર સુધી ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા પણ વ્યક્ત કરી છે. જેથી ધીરે ધીરે ઠંડીનો ચમકારો વધશે. જોકે, લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રીએ પહોંચ્યું છે અને હવે તાપમાનમાં ઘટાડો નોંધાશે. ૧૫ નવેમ્બરથી શિયાળાની ઋતુની શરૂઆત થાય છે અને ત્યાર બાદ ધીમે ધીમે તાપમાન ઘટે છે.

જોકે, હિમાલય તરફથી આવતા ઠંડા પવનને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. હજુ શિયાળાની શરૂઆત છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં હાઠ થિજાવતી ઠંડી પડશે. નલિયામાં ઠંડીનો પારો ૧૨ ડીગ્રી પર પહોંચી ગયો છે. કંડલા એરપોર્ટ પર ૧૩ ડિગ્રી તો ભુજનું તાપમાન ૧૫ ડીગ્રી નોંધાયું છે. સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શિયાળાનો માહોલ જામી રહ્યો છે. રાજકોટમાં ૧૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઠંડી વધવાની સાથે અમદાવાદના રિવરફ્રંટ પર મોર્નિંગ વોક, જોગીંગ અને સાયકલિંગ કરવાનો અનેરો લ્હાવો લોકો લઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં ૧૭ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયુ છે

તો આ તરફ કચ્છમાં ઠંડીની શરૂઆત સાથે ઠંડીનો ચમકારો લોકોએ અનુભવી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ૧૮ નવેમ્બર બાદ લઘુતમ તાપમાન ઘટશે. ઠંડીનો ચમકારો અનુભવાશે. તો ૪ ડિસેમ્બરના તાપમાન ઘટીને ૧૨ ડીગ્રી આસપાસ પહોંચી જશે. ૮ અને ૧૯ ડિસેમ્બરના પણ વધુ ઠંડી અનુભવાશે. ૨૨ ડિસેમ્બરના હાથ થાજવતી થડી પડશે. તો જાન્યુઆરી મહિનામાં રેકોડ બ્રેક ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ભારતમાં બે દિવસ પહેલા થયેલી બરફવર્ષા બાદ તાપમાનનો પારો ગગડ્યો છે. શિયાળાની પહેલી બરફવર્ષાના પગલે ગુલમર્ગ, કુલ્લુ, મનાલી, સિમલા, કેદારનાથ, બદ્રીનાથ વગેરે સ્થળોએ બરફની જાણે વિશાળકાય ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. બીજી તરફ લોકો માટે મુસબીત પણ ઉભી થઈ છે. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં બરફમાં ફસાયેલા ૧૦ લોકોને સુરક્ષાજવાનોએ ઉગારી લીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.