Western Times News

Gujarati News

વાંટડા ટોલપ્લાઝા પર અસામાજીક તત્વોનો હુમલો, ટોલબુથ પર તોડફોડ

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અમદાવાદ-ઉદેપુર ને.હા.નં -૮ પર આવેલા વાંટડા ટોલપ્લાઝા પર સ્થાનીકો સાથે અનેક વાર નાની-મોટી ઘર્ષણની સ્થિતી પેદા થઇ હોવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે નવા વર્ષના દિવસે સ્થાનિક અસામાજીક તત્વોએ ટોલપ્લાઝાના કર્મચારીઓ સાથે એમ્બ્યુલન્સ કેમ મોકલી નહીં મારઝૂડ કરી લાકડી પથ્થરો વડે હુમલો કરી ટોલબૂથમાં તોડફોડ કરી આતંક મચાવતા કર્મચારીઓ ફફડી ઉઠ્યા હતા

ટોલ કલેક્શનના ૧૪ હજાર રૂપિયાની લૂંટ કરી જાન થી મારી નાખવાની ધમકી આપી રફુચક્કર થઇ ગયા હતા સ્થાનીક અસામાજીક તત્વોના હુમલાના પગલે ભયભીત બન્યા હતા ટોલપ્લાઝા પર હુમલાના પગલે મોડાસા રૂરલ પોલીસ પી આઈ એસ.એન પટેલ તેમની ટીમ સાથે  તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા અસામાજીક તત્વોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા

સોમવારે સાંજના સુમારે વાંટડા ટોલપ્લાઝા પર સ્થાનિક અસામાજીક તત્વોએ પથ્થરો અને લાકડીઓ વડે કર્મચારીઓ પર હુમલો કરી ટોલપ્લાઝા પર તોડફોડ કરતા રીતસરનો દેકારો મચી ગયો હતો ટોલપ્લાઝા પર નોકરી કરતા કર્મચારીઓ જીવ બચાવવા સંતાઈ જવું પડ્યું હતું ને.હા પર પસાર થતા વાહનચાલકો પણ ફફડી ઉઠ્યા હતા

વાંટડા ટોલપ્લાઝા પર વાંટડા ગામના વિજય ધીરુભાઈ,મોહન વેરાત,પરેશ વકસીભાઇ વેરાત,અરવિંદ કરમાંભાઈ વેરાત,ગણેશ પ્રવીણભાઈ પોંડોર, અને દીપો પોંડોર નામના શખ્સો ટોળા સાથે ધસી આવી ટોલબુથના સુપરવાઇઝર રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ પવાર સાથે એમ્બ્યુલન્સ કેમ મોકલી નહિ કહી રૂપિયા માંગી ઉશ્કેરાઈ જઈ ટોલપ્લાઝાના કર્મચારીઓ પર લાકડીઓ અને પથ્થરો વડે હિંચકારો હુમલો કરતા ૫ કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા  ટોલપ્લાઝાના કર્મચારીઓ જીવ બચાવવા ટોલબુથમાં સંતાઈ ગયા હતા

ટોલપ્લાઝાના ૭ બુથ પર ભારે તોડોફોડ કરી કોમ્પ્યુટર,કેમેરા એલઇડી અને ટોલપ્લાઝાની થાર જીપમાં પણ ભારે તોડફોડ કરી ટોલબુથ પર ટોલટેક્સ પેટે ઉઘરાવેલ ૧૪ હજાર રૂપિયાની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા ટોલપ્લાઝા પર ૩૫ લાખથી વધુનું નુકશાન કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો ઈજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા

મોડાસા રૂરલ પોલીસે ટોલપ્લાઝાના કર્મચારી રોહીત ગોપાલલાલજી ગુર્જરની ફરિયાદના આધારે ૧) વિજય ધીરુભાઈ,૨)મોહન વેરાત,૩)પરેશ વકસીભાઇ વેરાત,૪)અરવિંદ કરમાંભાઈ વેરાત,૫)ગણેશ પ્રવીણભાઈ પોંડોર, ૬) દીપો પોંડોર (તમામ રહે,વાંટડા) અને અન્ય છ એક માણસોના  ટોળા સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.