Western Times News

Gujarati News

દિલ્હી NCRમાં આબોહવા બગડતા લોકોના શ્વાસ પર સંકટ

નવીદિલ્હી: દિલ્હી એનસીઆરમાં ભારે પ્રદુષણ અને ભારે ધુમ્મસે અહીંની આબોહવા ખરાબ કરી દીધી છે. આ સાથે જ સતત બગડી રહેલ વાયુ ગુણવત્તાએ એકયુઆઇને પણ ગંભીર શ્રેણીમાં પહોંચાડી દીધુ છે.

પ્રદુષણ પર નજર રાખનાર સિસ્ટમ ઓફ એયર કવાલિટી એન્ડ વેદર ફોરકાસ્ટિંગ એન્ડ રિસરર્ચ અનુસાર શુક્રવારે સવારે દિલ્હીમાં હવાની સરેરાશ ગુણવત્તા ૪૮૬ દાખલ કરવામાં આવી કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા અનુસાર આનંદ વિહારમાં જયાં એકયુઆઇ ૪૨૨ દાખલ કરવામાં આવી ત્યાં કેઆર પુરમમાં ૪૦૭ દ્વારકાના સેકટર ૮માં ૪૨૧ અને બવાનામાં ૪૩૦ રહ્યું તમામ જગ્યા પર આ ગંભીર શ્રેણીમાં જ બનેલ હતું

સીપીસીબી અનુસાર હરિયાણાના ગુરૂગ્રામમાં સવારના સમયે હવાની ગુણવત્તા ખુબ ખરાબ શ્રેણીમાં નોંધાઇ હતી.

ગુરૂગ્રામના એક સ્થાનિક નિવાસીએ કહ્યું કે લોકો દિવાળીના તહેવાર પહેલા ફટાકડા ફોડવાનું શરૂ કરી દીધુ છે તેને કારણે શ્વાસ લેવામાં સમસ્યા થઇ રહી છે. અન્યએ કહ્યું કે પ્રદુષણ દિવસે દિવસે વધી રહ્યું છે ગઇકાલે વાસ્તવમાં ગંભીર સ્થિતિ હતી અને લોકો કચરાં સળગાવી રહ્યાં હતાં અને ફટાકડા ફોડી રહ્યાં હતાં.

ગાઝિયાબાદમાં પણ આજે સવારથી વાયુની ગુણવત્તા ગઇકાલની જેમ ગંભીર શ્રેણીમાં જ બનેલ છે.જાે કે ગઇકાલની સરખામણીમાં આજે સામાન્ય સુધારો થયો છે શુક્રવારે સવારે નવ વાગે શહેરનું એકયુઆઇ ૪૨૪ નોંધવામાં આવ્યું છે.
જયારે નોઇડા ગ્રેટર નોઇડામાં પણ પ્રદુષણની સ્થિતિ ગંભીર શ્રેણીમાં રહી સવારે આઠ વાગે નોઇડામાં વાયુ ગુણવત્તા સુચકાંક ૪૦૮ અને ગ્રેટર નોઇડામાં ૪૧૭ દાખલ કરાયું અને પીએમ ૨.૫ અને પીએમ ૧૦નું સરેરાશ સ્તર ૪૦૦ માઇક્રોગ્રામ મીટર કયુબને પાર રહ્યું

એ યાદ રહે કે ૦ અને ૫૦ની વચ્ચે એકયુઆઇને સારૂ,૫૧ અને ૧૦૦ની વચ્ચે સંતોષજનક ૧૦૧ અને ૨૦૦ની વચ્ચે મધ્યમ,૨૦૧ અને ૩૦૦ની વચ્ચે ખરાબ ૩૦૧ અને ૪૦૦ની વચ્ચે ખુબ ખરાબ અને ૪૦૧થી ૫૦૦ની વચ્ચે ગંભીર મનાવામાં આવે છે.નિષ્ણાંતો અનુસાર વાયુ ગુણવત્તાની ગંભીર શ્રેણી લોકોના આરોગ્યને પ્રભાવિત કરે છે અને વર્તમાન બીમારીઓથી ગંભીર રીતે પ્રભાવિત થાય છે.

દિલ્હીમાં વાયુની ગુણવત્તાના ગંભીર સ્થિતિમાં પહોંચતા સીપીસીબીના કાર્યબળેે સરકારી અને ખાનગી કાર્યાલયો તથા અન્ય પ્રતિષ્ઠાનોને ઓછામાં ઓછા ૩૦ ટકા ગાડીઓનો ઉપયોગ ઘટાડવાનું સુચન કર્યું છે. સીપીસીબીના સભ્ય સચિવ પ્રશાંત ગર્ગવાએ એક સમીક્ષા બેઠકમાં કહ્યું કે વાયુની ગુણવત્તાને ખુબ ખરાબ ક્ષેણીમાં રહેવાની સંભાવના હતી પરંતુ હવાની ગતિ ઓછી થવાથી વાયુ ગુણવત્તા ગંભીર શ્રેણીમાં ચાલી ગઇ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.