Western Times News

Gujarati News

લગ્નમાં સામેલ થયેલા ૮૩ લોકોમાંથી ૩૨ને કોરોના

Files Photo

કોરોના વાયરસની આ મહામારીના સમયમાં દુનિયાભરમાં લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા તથા વારંવાર હાથ ધોવાની સલાહ અપાઈ રહી છે. આ સાથે જ લોકોને ખૂબ જ જરૂરી હોય તો જ ઘરથી બહાર નીકળવા માટે કહેવાઈ રહ્યું છે. પરંતુ ઘણા લોકો આ મહામારીમાં પણ ધામધૂમથી લગ્ન કરી રહ્યા છે, અને તેમાં આવનારા મહેમાનોના કારણે આવી મોટી ઈવેન્ટ સુપર સ્પ્રેડર બની શકે છે.

અમેરિકાના ઓહાયોમાં આવો જ એક મામલો સામે આવ્યો છે. જેમાં લગ્નમાં સામેલ થનારા ૮૩ લોકોમાંથી અડધા જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ ગયા. જાણકારી મુજબ, અમેરિકાના ઓહાયો રાજ્યમાં યોજાયેલા એક લગ્નમાં સામેલ થયેલા ૮૩ લોકોમાંથી ૩૨નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં વર અને વધૂ, ચર્ચાના પાદરી તથા વૃદ્ધો પણ સામેલ છે. આ વિશે ચર્ચાના પાદરીનું કહેવું છે કે, તમે આ સ્થિતિમાં ભરપૂર આનંદ ઉઠાવો છો. તમે કોવિડ વિશે વધારે વિચારતા નથી. અમેરિકામાં મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે.

જેના કારણે લોકોના ઘરે રહવા માટે કહેવામાં આવી રહ્યું છે. જ્હોન ઓપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, ઓહાયોમાં ૨ નવેમ્બરે ૨,૨૧,૦૦૦ કોરોનાના કેસ હતા, જે સોમવારે વધીને ૩૦૫,૦૦૦ લાખ સુધી પહોંચી ગયો છે. પબ્લિક હેલ્થ એક્સપર્ટ્‌સે કોરોનાના કેસોમાં થઈ રહેલા ઉછાળા વચ્ચે લોકોને ધામધૂમથી વેડિંગ ન યોજવા ચેતવ્યા છે. વોશિંગ્ટન રાજ્ય, ન્યયોર્ક તથા મિનેસોટામાં આ પ્રકારની ઈવેન્ટ્‌સથી મહામારી વધુ ફેલાઈ છે. મેઈનમાં પણ આ પ્રકારની એક વેડિંગ સેરેમનીથી ૧૭૬ લોકો કોરોના પોઝિટિવ થયા હતા અને સાત લોકોના મોત થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.