Western Times News

Latest News from Gujarat

૪ શહેરોમાં કર્ફ્‌યુ દરમિયાન એસટીને પ્રવેશ મળશે નહીં

Files Photo

અમદાવાદ: દિવાળીના તહેવારો બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે. જેના પગલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્‌યૂ લાદવામાં આવ્યું છે.

રાત્રિ કર્ફ્‌યૂ દરમિયાન આ ચારેય શહેરોમાં એસટી બસના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું મીડિયા રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે,

અમદાવાદ શહેરમાં શુક્રવારે રાતે ૯ વાગ્યાથી સોમવારે સવારે એટલે કે આજે સવારે ૬ વાગ્યા સુધી ૫૭ કલાકનું સંપૂર્ણ કર્ફ્‌યૂ લાદવામાં આવ્યું હતું. જો કે, આજે અમદાવાદમાંથી દિવસ કર્ફ્‌યૂ હટાવી લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં ફેલાઈ રહેલા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાં રાત્રે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્‌યૂની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદમાં ૫૭ કલાકના સંપૂર્ણ કર્ફ્‌યૂ બાદ બંધ કરેલી જી્‌ બસ સેવા ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. જો કે, રાત્રિ કર્ફ્‌યૂ દરમિયાન ચારેય શહેરમાં બસો બંધ રાખવામાં આવવા અંગે જાહેરાત કરવામાં આવી છે.

જે મુજબ હવે ચારેય શહેરોમાં સવારના ૬ વાગ્યા પછીથી રાતના ૮ વાગ્યા સુધી જ એસટી બસો ચાલુ રહેશે. જો કે, રાજ્યના અન્ય શહેરો અને વિસ્તારોમાં બસ સેવા ચાલુ રહેશે. મીડિયા રિપોર્ટ મુજબ એસટી નિગમના સચિવે જણાવ્યું કે, રાત્રિ કર્ફ્‌યૂ દરમિયાન અમદાવાદથી રાત્રે ઉપડતી ૪૫૦ જેટલી બસ નહીં દોડે.

રાજકોટથી રાત્રે આવતી અને જતી ૩૭૮ જેટલી બસો બંધ રહેશે. આ ઉપરાંત વડોદરામાં રાત્રિ દરમિયાન આવતી જતી ૫૩૧ બસો બંધ રહેશે. જ્યારે સુરતમાં રાત્રે આવતી-જતી ૪૦૦ જેટલી બસો બંધ રહેશે.

આમ ચારેય શહેરોમાં આવતી-જતી ૧૭૫૪ જેટલી બસોની સેવા રાત્રિ કર્ફ્‌યૂ દરમિયાન બંધ રહેશે. મળતી માહિતી પ્રમાણે રાત્રિ કર્ફ્‌યૂ દરમિયાન આ ચારેય અમદાવાદ સહિત ચારેય શહેરોની બાયપાસ સેવા ચાલુ રાખવામાં આવશે.

એટલે કે બીજા શહેરમાં જતી બસોનું સંચાલન રાત્રિ દરમિાન પણ ચાલુ રહેશે. જેના માટે ચારેય શહેરોમાં એસટી વિભાગ દ્વારા કેટલાક પિક-અપ પોઇન્ટ પણ નક્કી કરાયા છે. જ્યાંથી મુસાફરો બસ પકડી શકશે અને મુસાફરી કરી શકશે.

જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતના ૯ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ વચ્ચે અમદાવાદ શહેરમાં એસ.ટી બસના પ્રવેશને લઈને રૂપાણી સરકારે મોટો ર્નિણય લીધો હતો.

શહેરમાં રાતના ૯ વાગ્યથી એસ.ટી બસની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરિણામે રાતના ૯ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી અમદવાદથી કોઈ બસ ઉપડી નહોતી કે કોઈ બસને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. જ્યારે બહાર ગામથી અમદાવાદ થઈને જતી બસોને પણ બાયપાસ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers