Western Times News

Gujarati News

ગોરેગાંવ ખાતે ડ્રગ્સ પેડલર્સને પકડવા ગયેલી ટીમ પર હુમલો

મુંબઈ,  મહારાષ્ટ્રમાં મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં ડ્રગ્સ પેડલર્સના એક ગ્રુપે રવિવારે રાતે એનસીબીના ઝોનલ ડાઈરેક્ટર સમીર વાનખેડે અને ટીમના કુલ ૫ સભ્યો પર જીવલેણ હુમલો કર્યો. જેમાં એનસીબીના બે અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા. આ મામલે ૩ લોકોની ધરપકડ કરાઈ છે.

એનસીબીની ટીમ પર હુમલો લગભગ ૬૦ લોકોની ભીડે કર્યો. એનસીબીના ઝોનલ ડાઈરેક્ટર સમીર વાનખેડે અને તેમની ટીમ ડ્રગ પેડલરને પકડવા માટે ગઈ હતી. ત્યારે તે સમીર સહિત એનસીબી ટીમના ૫ સભ્યો પર જીવલેણ હુમલો થયો. એનસીબીની ટીમ જે ડ્રગ પેડલરને પકડવા ગઈ હતી તેનું નામ કેરી મેન્ડિસ છે.

જો કે હવે મુંબઈ પોલીસની મદદથી સ્થિતિને કાબૂમાં કરી લેવાઈ છે. કેરી મેન્ડિસને તેના ૩ સાથીઓ સાથે પોલીસે દબોચી લીધો છે. આ ચારેય વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૫૩ હેઠળ કેસ દાખલ કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.