Western Times News

Gujarati News

૧૪ વર્ષની વયે ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી અગસ્ત્યએ ઈતિહાસ રચ્યો

તે એક નેશનલ લેવલનો ટેબલ ટેનિસ પ્લેયર પણ છે, તે માતા-પિતાને જ પોતાના ગુરૂ માને છે, તે કહે છે કે ફક્ત ૧.૭૨ સેકન્ડમાં એથી ઝેડ સુધી તે આલ્ફાબેટ લખી સકે છે, તે ૧૦૦ સુધીના મલ્ટિપ્લેકશન ટેબલ જણાવી શકે છે, તે ઉપરાંત બંને હાથથી લખી શકે છે અને એક મોટિવેસનલ સ્પીકર પણ છે

હૈદરાબાદનો અગત્સ્ય જયસ્વાલે ફક્ત ૧૪ વર્ષની વયે એવું કંઈક કરી બતાવ્યું છે જેની કદાણ આપણે કલ્પના જ કરી શકીએ છીએ. અગસ્ત્ય જયસ્વાલે ફક્ત ૧૪ વર્ષની વયે તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરી લીધું છે. તેણે સાથે જ એવો પણ દાવો કર્યાે છે કે, ભારતમાં તે આ સિદ્ધી મેળવનાર પ્રથમ વ્યક્તિ બની ગયો છે. અગસ્ત્ય જયસ્વાલની સફળતાની ખુશી તેના પરીવારજનોના ચહેરા પર પણ દેખાઈ રહી છે.

અગસ્ત્ય જયસ્વાલે હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીની બીએ માસ કમ્યુનિકેશન અને જર્નાલિઝમની ડિગ્રી પૂર્ણ કરી છે. અગાઉ અગસ્ત્ય જયસ્વાલે તેલંગાણા બોર્ડમાં ૧૦માની પરીક્ષા ૯ વર્ષની વયે જ પાસ કરી રેકોર્ડ સર્જયો હતો. તેણે તેલંગાણા બોર્ડથી ૧૨માંની પરીક્ષા પણ સૌથી નાની વયે પાસ કરી રેકોર્ડ બનાવ્યો હતો. તેણે ફક્ત ૧૧ વર્ષની વયે ૧૨માંની પરીક્ષા પાસ કરી લીધી હતી.

આટલું જ નહીં અભ્યાસની સાથે અગસ્ત્યને રમવાનું પણ પસંદ છે, તે એક નેશનલ લેવલનો ટેબલ ટેનિસ પ્લેયર પણ છે, તે માતા-પિતાને જ પોતાના ગુરૂ માને છે. તે કહે છે કે ફક્ત ૧.૭૨ સેકન્ડમાં એથી ઝેડ સુધી તે આલ્ફાબેટ લખી શકે છે. તે ૧૦૦ સુધીના મલ્ટિપ્લેકશન ટેબલ જણાવી શકે છે, તે ઉપરાંત બંને હાથથી લખી શકે છે અને એક મોટિવેશનલ સ્પીકર પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.