Western Times News

Gujarati News

લાયન્સ ઇન્ટરનેશનલની પીસ પોસ્ટર ચિત્ર સ્પર્ધાના પરિણામો જાહેર થયા

લાયન્સ ક્લબ 3232 બી1 તરફથી ઓક્ટોબર ૨૦૨૦ માં  પીસ પોસ્ટર ચિત્ર સ્પર્ધા ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી નરેન્દ્રભાઇ પટેલ અને પીસ પોસ્ટર સ્પર્ધાના ડિરેક્ટર શ્રી ભારતીબેન બલદાનીયા ના નેતૃત્વ હેઠળ ગુજરાત ની શાળાઓ ના બાળકો માટે યોજાઈ હતી. તાજેતરમાં જ આ સ્પર્ધા નું રિઝલ્ટ આવ્યું.

આ સ્પર્ધામાં લાયન્સ ક્લબ ઓફ શાહીબાગ તરફથી દિવ્યપથ શાળાના આચાર્ય અને ડ્રોઈગ શિક્ષક  દ્વારા પસંદ કરવામાં આવેલા ચિત્રો ડિસ્ટ્રિક્ટ લેવલ પર મોકલવા માં આવેલા.  ડિસ્ટ્રિક્ટ 3232 B1 ની બધી લાયન્સ ક્લબો માંથી આવી રીતે  લગભગ 250 ચિત્રો આવ્યા હતા. આ 250 ચિત્રો માંથી બેસ્ટ 15 ચિત્ર ની પસંદગી કરવામાં. આવી હતી.

આ બેસ્ટ 15 ચિત્રો મા લાયન શાહીબાગ ક્લબ ના અને દિવ્યપથ શાળાના ત્રણ ચિત્રો ની પસંદગી થઈ હતી. બેસ્ટ 15 માં પ્રથમ ઇનામ ધોરણ ૭ માં ભણતી દિવ્યપથ ની લેઈસા નામની વિદ્યાર્થીની ને મળ્યું હતું  અને   ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર લાયન શ્રી પ્રવીણ છાજેડ અને ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન શ્રી નરેન્દ્ર પટેલ ના હસ્તે ઇનામ સ્વરૂપે લેઈસા ને બાઇસીકલ એનાયત કરવામાં આવી હતી. લેઈસા નું આ ચિત્ર હવે મલ્ટીપલ માં જશે અને એમાં જો પ્રથમ નંબર આવશે તો ઈન્ટરનેશનલ મા 75 દેશો વચ્ચે ની સ્પર્ધામાં જશે.

દિવ્યપથ ની રિયા પટેલ અને ઉન્નતિ ગજ્જર નો સમાવેશ પણ ટોપ 15 માં થવાથી એમને પણ ઇનામો પ્રાપ્ત થયા હતા. તથા અન્ય 13 વિદ્યાર્થીઓને લગભગ 1000 રૂપિયાની કીટ આપવામાં આવી હતી. ખૂબીની વાત એ છે કે પસંદ પામેલા 15 ચિત્રો માં 14 ચિત્રો દીકરીઓના હતા. પ્રથમ ૧૫ માં સ્થાન મેળવી શાળા નું તથા લાયન શાહીબાગ ક્લબ નું નામ રોશન કરવા માટે ત્રણેય દીકરીઓને  ડિરેક્ટર ભારતીબેન અને પ્રમુખ સંજયભાઈ એ અભિનંદન પાઠવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.