Western Times News

Gujarati News

કુમકુમ મંદિર દ્વારા જીવનપ્રાણ બાપાશ્રીની ૧૭૬ મી જયંતી ઉજવાશે

શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની ૮ x ૬ ફૂટની વિશાળ કૃતિ તૈયાર કરવામાં આવી છે. આ ગ્રંથની પારાયણ યોજાશે.

જીવનપ્રાણ બાપાશ્રીના જીવન ઉપર ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી છે. – સાધુ પ્રેમવત્સલદાસજી

જીવનપ્રાણ બાપાશ્રીની વાતો નામના ગ્રંથ ઉપર કુમકુમ મંદિર દ્વારા એપ પણ તૈયાર કરવામાં આવી છે.

તા. ર૬ નવેમ્બર – કારતક સુદ એકાદશી ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા જીવનપ્રાણ બાપાશ્રીના દર્શન કરેલા હોય તેવા એક માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ઓનલાઈન ઉત્સવ ઉજવાશે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, તા. રપ ને બુધવારના રોજ રાત્રે ૯ – ૦૦ થી ૧૦ – ૦૦ સત્સંગ સભા યોજાશે. અને તા. ર૬ ના રોજ રાત્રે ૮ – ૦૦થી ૯ – ૩૦ સુધી શ્રીઅબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની પારાયણ કરવામાં આવશે.

આ પ્રસંગે શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની ૮ x ૬ ફૂટની વિશાળ કૃતિ તૈયાર કરવામાં આવી છે. તેનું પૂજન,અર્ચન કરવામાં આવશે.

આ પ્રસંગે બાપા મળ્યા અણમોલ નામની ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવશે.

ગુરુવારે રાત્રે જીવનપ્રાણ બાપાશ્રીની પ્રાગટ્ય જયંતી પ્રસંગે કીર્તનગાન – ઓચ્છવ કરીને સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આરતી ઉતારશે.

લાભ પાંચમથી આ ઉત્સવ નિમિત્તે દેશ વિદેશમાં ભકતો દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવી રહી છે તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે. જીવનપ્રાણ બાપાશ્રીની વાતો નામના ગ્રંથ ઉપર કુમકુમ મંદિર દ્વારા એપ તૈયાર કરવામાં આવી છે. જેના માધ્યમથી દરેક વ્યક્તિ પોતાના મનમાં મુંઝવતા પ્રશ્નોના સમાધાન પ્રાપ્ત કરી શકશે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જીવનપ્રાણ બાપાશ્રી અંગે જણાવ્યું હતું કે, આ જીવનપ્રાણ  બજીબાપાશ્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂળભૂત ગ્રંથ જે વચનામૃત તેના ઉપર રહસ્યાર્થ પ્રદીપિકાટીકા કરી છે. જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જેવું છે તેવું મહાત્મય તથા અનાદિમુક્તની સ્થિતિ, મૂર્તિમાં રસબસપણે રહેવાની વાત તથા જીવનો આત્યંતિક મોક્ષ કેવી રીતે થાય છે અને ભગવાનના અક્ષરધામને પામવાના સરળ કયા ઉપાયો છે તે અંગે ખૂબ જ સાદી અને સરળ ભાષામાં સમજાવ્યું છે. અને આજેય સંપ્રદાયમાં વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા, તથા તેમણે કરેલી બે ભાગ વાતોનું વાંચન, શ્રવણ કરી અનેક સંતો – ભક્તો સુખિયા થાય છે. અને સ્વામિનારાયણ ભગવાના હૃદગત અભિપ્રાયને સમજીને સુખિયા થાય છે.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.